અમદાવાદની વિદ્યાર્થિનીનો UPSCમાં 506મો રેન્ક, કહ્યું – રોજ 10 કલાક વાંચનનું પરિણામ
અમદાવાદઃ UPSC પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ત્યારે અમદાવાદની એક વિદ્યાર્થિની કંચન ગોહિલે સમગ્ર દેશમાં 506મો રેન્ક મેળવ્યો છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી.
કંચન જણાવે છે કે, ‘આ પહેલાં પણ મેં વર્ષ 2021માં UPSCની પરીક્ષા આપી હતી. ત્યારે હું પ્રિલિમમાં પાસ થઈ નહોતી. ત્યારબાદ આ વર્ષે મેં બીજીવાર પ્રયત્ન કર્યો અને પાસ થઈ ગઈ. 506મો રેન્ક આવ્યો છે. ઘણો સારો ન કહેવાય, પણ પાસ થઈ ગઈ એ મહત્વનું છે.’
આ પણ વાંચોઃ ભાજપના 9, કોંગ્રેસના 7 તો AAPના એક ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું
તેઓ વધુમાં જણાવે છે કે, ‘ધોરણ 12 પછી વિચાર્યું નહોતું કે UPSC કરવું છે. હ્યુમિનિટી મારો સ્ટ્રોંગ સબજેક્ટ છે. તેથી મેં પરીક્ષા આપવાનો વિચાર કર્યો હતો.’ પરીક્ષાની તૈયારી વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, ‘હું દરરોજ 10થી 12 કલાકનું વાંચન કરતી હતી. જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે વાંચનના કલાકો વધારી દેતી હતી. એક કન્સિસ્ટન્સી સાથે મહેનત કરવી પડતી હોય છે. ત્યારે UPSCની પરીક્ષામાં સારા રેન્ક લાવી શકાય છે.’
તેઓ આગળ જણાવે છે કે, ‘વર્ષ 2021માં પ્રિલિમ્સ પાસ નહોતી થઈ શકી ત્યારે ખૂબ દુખ લાગ્યું હતું. પરંતુ ત્યારબાદ મારા મિત્રો અને પરિવારે મારું મોટિવેશન પૂરું પાડ્યું હતું. મમ્મી પપ્પાનો ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો.’
આ પણ વાંચોઃ યુવાનની રામનવમીની અનોખી ઉજવણી, રામલલ્લા જેવી જ 1100 મૂર્તિઓનું વિતરણ કરશે
માતા-પિતા વિશે વાત કરતા કંચન જણાવે છે કે, ‘મને મમ્મી-પપ્પાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે. પપ્પા ખેડૂત પરિવારમાંથી છે. મારા આખા પરિવારમાં હું પહેલી છું, જે આ પરીક્ષા આપી રહી છું. પપ્પા ગીર-સોમનાથમાં રહે છે. મારા ભણતર માટે સ્પેશિયલ અમદાવાદમાં આવ્યા છીએ. હજુ પણ કોઈ સામાજિક પ્રોગ્રામ હોય તો મારા કારણે મારા પેરેન્ટ્સ કેન્સલ કરી નાંખે છે.’
કંચન કહે છે કે, ‘હું ધોરણ 12 સુધી સાયન્સમાં ભણી છું. ત્યારબાદ આર્ટ્સ ફિલ્ડમાં પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. યુપીએસસીમાં લેખિતમાં ગુજરાતી પસંદ કર્યું હતું અને મેઇન્સમાં સપોર્ટિવ સબ્જેક્ટ તરીકે ગુજરાતી સાહિત્ય રાખ્યું હતું.’