December 18, 2024

અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સામે પોલીસની લાલ આંખ, કરશે આ કાર્યવાહી

Ahmedabad RTO: અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા હવે ચેતી જજો. નિયમો ભંગ કરનાર વિરુદ્ધ અમદાવાદ પોલીસ કાર્યવાહી કરશે. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. RTOને છેલ્લા 3 મહિનામાં 3 હજાર દરખાસ્ત કરી છે. 3 થી વધુ ટ્રાફિક નિયમનો ભંગ કરનારાનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. દરખાસ્તને લઈ RTO દ્વારા લાયસન્સ રદ્દ કરવા નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કેપ્ટને મેદાનમાં જ ગુમાવ્યો જીવ, કેમેરામાં કેદ થયું મોત

અમદાવાદીઓ ચેતી જજો
અમદાવાદમાં જે લોકો ટ્રાફિકના નિયમો ભંગ કરનારા છે તેની સામે પોલીસે લાલ આંખ કરી છે. નિયમો ભંગ કરનાર વિરુદ્ધ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે. 3 થી વધુ ટ્રાફિક નિયમનો ભંગ કરનારાનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા પણ ટ્રાફિક નિયમો તોડી વાહનો દોડાવતા 3,100 વાહન ચાલકોને પકડીને લાઇસન્સ સસ્પેન્ડ કરવા સબંધિત આરટીઓ કચેરીને ડેટા મોકલી આપાયા હતા.