December 11, 2024

Khodaldham Vs Sardardham: જયંતિ સરધારાએ કહ્યું, ખોડલધામના એક પણ ટ્રસ્ટી મારી ખબર પૂછવા આવ્યા નથી

jayanthi Sardhara: સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દરમિયાન જયંતિ સરધારાએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી. જયંતિ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર સવાલ કર્યા છે.

આ પણ વાંચો: બીજેપીનો ખેસ પહેરનારને ગેરકાયદેસર કામો કરવાનાં લાઇસન્સ મળી જાય છે: કમલેન્દ્રસિંહ પુવાર

જયંતિ સરધારાને નરેશ પટેલ પર કર્યા સવાલ
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાને હોસ્પિટલમાંથી આજે રજા આપી દેવામાં આવી છે. જયંતિ સરધારા અમારી સાથે વાતચીત કરતા નરેશ પટેલ પર અનેક સવાલો કર્યો છે. જેમાં જયંતિ સરધારાએ કહ્યું કે નરેશ પટેલે અનેક વખત પીઆઇ સંજય પાદરિયાની ભલામણ કરેલી છે. બહારગામથી આવીને નરેશ પટેલ પોલીસ કમિશ્નરને સંજય પાદરિયા માટે મળશે. જયંતિ સરધારાએ વધુમાં કહ્યું કે ખોડલધામના એક પણ ટ્રસ્ટી મારી ખબર પૂછવા કે મને મળવા આવ્યા નથી. મને નરેશ પટેલ પાસે કોઈ જ આશા નથી.