January 21, 2025

અમદાવાદના દાસ ખમણની ચટણીમાંથી નીકળ્યું મચ્છર

અમદાવાદ: શહેરમાં ખોરાકમાંથી જીવત નીકળવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા પિઝામાં વાંદો નીકળ્યા હતા, ત્યારે આજે અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાં મચ્છર નીકળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ ભાઈએ રવિવારે સવારે દાસ ખમણામાંથી પરિવાર માટે ખમણ ખરીદ્યા હતા. જેની ચટણીમાં મચ્છર નીકળ્યો હતો. જેને લઈને અલ્કેશ ભાઈએ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહત્વનું છે કે, આ થોડા વર્ષો પહેલાં પણ દાસ ખમણ હાઉસની દાણાપીઠ અને બોડકદેવ શાળાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સીલ કરવામાં આવી હતી. એ સમયે ખમણ હાઉસમાંથી વધુ પડયા TPC ધરાવતા તેલના ઉપયોગના કારણે હાઉસને બંધ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની સુપ્રસિદ્ધ દાસ ખમણની શરૂઆત 1992માં થઈ હતી. આજે ચોથી પેઢી દાસ ખમણનો કારોબાર સંભાળી રહી છે. તેવામાં દાસ ખમણ જેવી સુપ્રસિદ્ધ દુકાનમાં મચ્છર યુક્ત અને અખાદ્ય તેલના બનાવના કારણે મોટો ફટકો પડી શકે છે.