December 25, 2024

પ્રિયાંશુની હત્યા કરી પોલીસકર્મી પંજાબ ભાગી ગયો… હત્યારાને લઈ થયા મોટા ખુલાસા

Ahemdabad: અમદાવાદ સાઉથ બોપલ વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન મર્ડર કેસ મામલે મોટો ખુલાસો થયો છે. વિદ્યાર્થીની હત્યા કરનારા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસકર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોલીસકર્મી વિરેન્દ્ર પઢેરિયાએ હત્યા કરી હતી. જોકે, હવે પોલીસકર્મી વિરેન્દ્ર પઢેરિયાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં જનરલ ડ્યુટીમાં બજાવતો ફરજ હતો. જે 29 ઓકટોબરથી સીક લીવ પર હતો.

બોપલ વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન કેસમાં હત્યારા પોલીસકર્મીને ઝડપી પાડ્યા બાદ અનેક ખુલાસા થયા છે. મળતી માહિતી અનુસાર વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં જનરલ ડ્યુટીમાં બજાવતો ફરજ હતો. જે 29 ઓકટોબરથી સીક લીવ પર હતો અને હત્યા કર્યા બાદ ગાડી એક જગ્યાએ મૂકી પંજાબ ભાગી ગયો હતો. હત્યારો બાય રોડ પંજાબ ગયો હતો. જોકે, બાતમીના આધારે હત્યારા પોલીસ કર્મી સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોંચી હતી. સીસીટીવીમાં એક બ્લેક કલરની ગાડી નંબર પ્લેટ વગર જોવા મળી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચને શંકા ગઈ કે કોઈ પોલીસ કર્મીની ગાડી હોય શકે છે. બાદમાં તપાસ કરતા હત્યારો ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃ સાઉથ બોપલ વિદ્યાર્થી મર્ડર કેસનો આરોપી ઝડપાયો, પોલીસકર્મી જ નીકળ્યો હત્યારો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં મૃતકે વાહન ધીમે ચલાવવા કાર ચાલકને ટકોર કરી હતી. જે બાદ કાર ચાલકે વિદ્યાર્થીની હત્યા કરી હતી. જોકે, હત્યા કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.