December 23, 2024

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની લાલઆંખ, ડોક્ટરોનું તત્કાલ અસરથી કરવામાં આવ્યું સસ્પેન્શન

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકાર એકશન મોડમાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત પછી આરોગ્ય કમિશ્નરની ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટરોનું તત્કાલ અસરથી કરવામાં સસ્પેન્શન કરવામાં આવ્યું છે. તેમજ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર અમદાવાદનની ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આરોગ્ય કમિશ્નરે હોસ્પિટલ સામે કાર્યાવહી કરી છે. તેમણે જણાવ્યું છે કે મેડીકલ ચેકઅપ કેમ્પ ટુ સરકારી યોજનામાંથી રૂપિયા ઉતારવા માટે ડોક્ટરોના મોતનો વેપાર સામે કડક કાર્યવાહી થશે. તેમજ ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનુ તત્કાલ અસરથી સસ્પેન્શન કરવા આદેશ આપ્યા છે. આ સિવાય કહ્યું છે કે આવા કેસ સામે દંડ ફટકારવામાં આવે.

નોંધનીય છે કે PMJAY હેઠળ કોઈપણ શિબિર અને વધુ સારવાર પહેલાં રાજ્ય અથવા જિલ્લા વહીવટીતંત્રને ફરજિયાત જાણ કરવાના આદેશો આપ્યા છે. તેમજ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ પણ થશે.

આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, જાણ કર્યા વગર 19 લોકોની કરી એન્જિયોગ્રાફી; 2 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

નોંધનીય છે કે ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખ્યાતિ હોસ્પિટલ આ લોકોના મોત માટે જવાબદાર છે. આ સિવાય તેમણે જણાવ્યું કે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલ છે. જોકે, બે દર્દીના મોત બાદ સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.

મૃતકના નામ

નાગર ભાઈ મોતીભાઈ સેનમા
મહેશ બારોટ – બોરીસના

આ 19 લોકોની કરવામાં આવી એન્જિયોગ્રાફી
કાંતાબેન શંભુભાઈ પ્રજાપતિ- 60 વર્ષ
બચુભાઈ ગોવાજી બારોટ – 77 વર્ષ
દશરથભાઈ પટેલ – 64 વર્ષ
રમેશભાઈ પ્રાણભાઈ પટેલ – 66 વર્ષ
દિનેશભાઈ સરજુભાઈ સાધુ – 53 વર્ષ
કાંતિભાઈ બબલદાસ પટેલ – 76 વર્ષ
જવાનજી સોમાજી ઠાકોર – 78 વર્ષ
નાગર ભાઈ મોતીભાઈ સેનમ વર્ષ 59 વર્ષ ( મૃતક )
મહેશભાઈ ગિરધરભાઈ બારોટ 45 વર્ષ ( મૃતક )
 રણછોડભાઈ પ્રજાપતિ – 80 વર્ષ
 કોકિલાબેન પટેલ – 60 વર્ષ
 રમેશભાઈ બટુભાઈ ચૌધરી- 41 વર્ષ
 આનંદીબેન બબલદાસ પટેલ  – 70 વર્ષ
 ભરતકુમાર ગણેશભાઈ પ્રજાપતિ – 45 વર્ષ
 શશીબેન અમૃતભાઈ પ્રજાપતિ
 પોપટભાઈ રામાભાઈ રાવલ – 52 વર્ષ
 રમીલાબેન પટેલ – 55 વર્ષ
 જ્યોત્સનાબેન પટેલ – 70 વર્ષ
 અંબાબેન નારણભાઈ પટેલ – 75 વર્ષ