January 24, 2025

AAP પ્રદેશ કાર્યાલયનું તાળું તૂટ્યું, મહત્વના દસ્તાવેજ-ડેટા ચોરી થયાની આશંકા

અમદાવાદઃ શહેરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના તાળા તોડીને ચોરી કરી છે. ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી.

દિવાળી વેકેશન હોવાથી મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળું મારીને સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યાલય પર પહોંચ્યા હતા અને 100 નંબર પર કોલ કરી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને પાર્ટીનું કાર્યાલય હોવાથી ત્યાંથી શું ચોરી થયું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.