January 23, 2025

વિજય શર્માએ Paytm છોડ્યુ, શું છે કંપનીનો નવો પ્લાન?

અમદાવાદ: વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની માહિતી મળી રહી છે. પરંતુ હવે મહત્વની વાત છે એક તો Paytm પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ત્યારે આ વચ્ચે Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન રાજીનામું આપી દેતા ખલબલી જોવા મળી રહી છે.

15 માર્ચની ડેડલાઈન પછી શું થશે?
પેટીએમની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે Paytmને લઈને મોટો ઝટકો મળે તેવા સમાચાર સામે આવ્યા છે. હવે મહત્વની વાત છે કે કંપની કેવી રીતે આગળ વધશે? આગળની યોજના શું હશે અને કેવી રીતે કંપની આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવશે. જોકે આ તમામ વાત વચ્ચે વપરાશકર્તાઓને પણ ચિંતા થઈ રહી છે કે હવે આ એપનો વપરાશ કરવો કેટલો યોગ્ય?

હવે થશે શું?
તમને જણાવી દઈએ કે, Paytm પેમેન્ટ્સ બેંકના સ્થાપક વિજય શેખર શર્માના રાજીનામા પછી, Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) એ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પુનઃગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી કોઈ પણ કંપની હોય તેના ચેરમેનનું રાજીનામું પડે છે તો એક બોર્ડની રચના કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કંપનીના બોર્ડને નિર્ણય લેવાની સત્તા મળે છે. એક માહિતી અનુસાર નવું બોર્ડ 15 માર્ચ પછી સેવા ચાલુ રાખવા માટે બેંક સાથે લિંક કરી શકે છે. જેના માટે Paytm હાલમાં 4-5 બેંકોના સંપર્કમાં છે.

ચેરમેન પદેથી રાજીનામું આપ્યું
ડિજિટલ પેમેન્ટ્સ ફર્મ Paytm એ સોમવારે માહિતી આપવામાં આવી હતી. જેમાં વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેન્કના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. હવે જોવાનું કંપની હવે કેવી રીતે તમામ પરિસ્થિતિને હેન્ડલ કરે છે.