May 19, 2024

બોર્ડની પરીક્ષાનું ટેન્શન હવે લેશે ‘AI વેબસાઇટ’

અમદાવાદ: યુપી, સીબીએસઈ, આઈસીએસઈ અને અન્ય રાજ્યોની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, તો અન્ય જગ્યાએ થોડા દિવસોમાં શરૂઆત થશે. આજના સમયમાં બાળકો ઉપર ભણતરનો ભાર ખૂબ વધી ગયો છે. આ સમયે બાળકો ઘણી વખત નર્વસ થઈ જતા હોય છે. જેના કારણે તેમને આવડતું હોવા છતાં તે પેપરમાં લખી શકતા નથી અને ખોટા જવાબ લખીને આવતા રહે છે. જે બાળકોને બોર્ડની પરિક્ષા છે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે AI વેબસાઇટ આવી ગઈ છે. જેનાથી તમે બોર્ડની પરીક્ષામાં મદદ લઈ શકો છો. જાણો કેવી રીતે મદદરૂપ થશે તમારા બાળકને.

આ પેપરોનું ટેન્શન
10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી મુખ્ય વિષય ગણવામાં આવે છે. આ વિષયના પેપર પણ થોડા હાર્ડ હોય છે. જેના કારણે પરિણામ આવે ત્યારે નાપાસ થવાની સંખ્યામાં આ વિષયમાં વધારે હોય છે. અથવા તો આ વિષયમાં ટકાવારી ઓછી આવે છે તો ટકાવારી પણ બગડે છે. પરંતુ તમારા માટે આ વખતે સારા સમાચાર છે , જો તમે અથવા તમારા બાળકો બોર્ડની તૈયારી કરી રહ્યા છે તો તમારા માટે Doctrina AI વેબસાઈટ આવી ગઈ છે. જેના થકી તમે મદદ મેળવી શકો છો.

કેવી રીતે ઉપયોગ કરવો?
આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વેબસાઈટની મદદથી તમે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સહિત અન્ય વિષયોની તૈયારી સરળતાથી કરી શકો છો. આ માટે તમારે Doctrina AI વેબસાઈટ પર લોગઈન કરવું પડશે અને તે પછી અહીં ઉપલબ્ધ પુસ્તકોના નામમાંથી તમારા કોર્સના પુસ્તકનું નામ પસંદ કરવાનું રહેશે. આ પુસ્તકની બાબતના આધારે બાળકો માટે મોડેલ પેપર બનાવામાં આવે છે. જેને ઉકેલીને, બાળકો તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી સારી રીતે તપાસી શકે છે. બીજી બાજૂ જે બાળકો અભ્યાસમાં નબળા છે તેઓ આ પેપર સોલ્વ કરીને તેઓ તેમાં મજબૂત થઈ શકે છે.