January 19, 2025

નેસ્લે બાદ હવે એવરેસ્ટમાંથી મળ્યું ખતરનાક કેમિકલ

Everest Masala: દેશની પ્રસિદ્ધ મસાલા કંપની એવરેસ્ટ મસાલાને મોટો ઝટકો લાગ્યો છે. સિંગાપોરમાં એવરેસ્ટના ફિશ કરી મસાલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સિંગાપુર ફૂડ એજન્સીએ ગુરૂવારે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ મસાલામાં એથેલિન ઓક્સાઈડની માત્રા વધુ પ્રમાણમાં છે. જે માણસો માટે ખાવાલાયક નથી. એથેલિન ઓક્સાઈડ એક પેસ્ટીસાઈડ છે. તેને ખાવામાં ઉપયોગમાં ન લઈ શકાય. હા, પરંતુ આ મસાલાનો ઉપયોગ સફાઈ માટે કરી શકાય છે.

સિંગાપુર ફૂડ એજન્સીના જણાવ્યા અનુસાર, સેન્ટર ફોર ફૂડ સેફ્ટીને એવરેસ્ટ ફિશ કરી મસાલાના વપરાશ ન કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં એથેલિન ઓક્સાઈડ નક્કી કરેલા પ્રમાણ કરતાં વધારે છે. આ મસાલા બ્રાન્ડને સિંગાપુરમાં એસપી મુથૈયા એન્ડ સન્સ પીટીઈ લિમિડેટ દ્વારા માંગવામાં આવ્યું છે. એસએફએની કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ આ પ્રોડક્ટ અંગે રિકોલ કરશે.

આ પણ વાંચો: કચ્છમાંથી મળ્યા 5 કરોડ વર્ષ જૂના સાપના અવશેષ, 19 વર્ષે વૈજ્ઞાનિકોએ રહસ્ય ખોલ્યું

એવરેસ્ટ કંપનીએ આપી પ્રતિક્રિયા
વિઓનની રિપોર્ટ અનુસાર, કપંનીએ આ અંગે નિવેદનમાં જણાવ્યું કે, એવરેસ્ટ એક 50 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાંડ છે. અમારા તમામ પ્રોડક્ટ ખુબ જ તપાસ બાદ તૈયાર કરવામાં આવે છે. અમે સાફ સફાઈ અને ફૂડ સેફ્ટીનું ખુબ જ ચોક્કસાઈથી પાલન કરીએ છીએ. અમારી પ્રોડક્ટસ પર ઈન્ડિયન સ્પાઈસ બોર્ડ અને એફએસએસએઆઈ સહિત બધી એજન્સીઓએ મહૂર લાગાવી છે. અમારી દરેક પ્રોડક્ટ એક્સપર્ટ દ્વારા તપાસ બાદ જ લોન્ચ થાય છે. ફિલહાલ અમે આધિકારીક નિવેદનની રાહ જોઈ રહ્યા છીએ. અમારી કોલિટી કંટ્રોલ ટીમ આ તમામ વસ્તુની તપાસ કરી રહી છે.

SFAની ગ્રાહકોને વિનંતી
એસએફએએ ગ્રાહકોને વિનંતી કરી છે કે, ફિલહાલ તેઓ એવરેસ્ટના મસાલાનો ઉપયોગ કરવાથી બચે. જો ગ્રાહકોએ તેને ખરીદી લીધું છે તો તેનો ઉપયોગ ના કરે. જો લાંબા સમય સુધી શરીરમાં એથિલીન ઓક્સાઈડ જાય છે તે વ્યક્તિ અનેક પ્રકારની બીમારીનો શિકાર થઈ શકે છે.