November 19, 2024

ADITYA-L1: ઈસરોનું સૂર્ય મિશન રચવા જઈ રહ્યું છે ઈતિહાસ

Aditya-L1Mission

સૂર્યની ખુબ જ નજીક જવા વાળા દેશની યાદીમાં હવે ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખવા જઈ રહ્યું છે. લગભગ ત્રણ મહિનાની સફર બાદ સોલાર મિશન Aditya L1 પોતાના લક્ષ્ય પર પહોંચી રહ્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ આદિત્ય L1 પોતાની યાત્રાના ઘણા મુશ્કેલ તબક્કા પર પહોંચ્યું છે. ઓર્બિટમાં એન્ટ્રી કરવાની કૈકા કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. અંતિમના કઠિન તબક્કા માટે ઈસરોની તમામ ટીમ તૈયાર છે, પરંતુ તમે જાણો છો શા માટે આ મિશન ઈસરો માટે જરૂરી છે ?

Lagrange point 1 એટલે શું?

L1 એટલે એવી જગ્યા જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરૂત્વાકર્ષણ બળ સંતુલિત છે. અંતરીક્ષમાં આવા 5 પોઈન્ટ છે. જેની શોધ લૈગ્રાંજે કરી છે. આથી તેને લૈગ્રાંજ્ય પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આદિત્યને L1 પોઈન્ટ પર પહોંચી ગયો છે. હવે તેને હેલો ઓર્બિટ સુધી પહોંચવાનું છે. જે L1ની ભ્રમણ કક્ષા છે. જ્યાં ઉપગ્રહો અને અવકાશયાન સ્થિત કરવામાં આવે છે. જો આદિત્ય તેની ભ્રમણ કક્ષાથી આગળ નિકળી જશે તો તે સૂર્ય તરફ આગળ વધતું જશે અને અંતે નષ્ટ થઈ જશે. આદિત્ય એક ઉપગ્રહ મુજબ કામ કરશે. જેમા ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે એવી જ રીતે આદિત્ય L1 સૂર્યની આજુબાજુ ફરશે.

આ પણ વાંચો: કોણ છે આ મહિલા નેતા? જેનો સંસદમાંથી વીડિયો થયો વાયરલ

આદિત્ય L1 શું કરશે કામ?

ઈસરોના મિશન આદિત્ય L1 દ્વારા સૂર્યનું અધ્યયન કરવામાં આવશે. આ ઉપરાંત આદિત્ય ગૈલેક્સીના બીજા તારાઓ અને ત્યાં બનતી અવકાશીય ઘટનાનું અધ્યયન થશે. આ અધ્યયનના કારણે બીજા ગ્રહ પર થતા વાતાવરણના પરિવર્તનને પણ જાણી શકાશે.