હવામાન વિભાગની અગાહી, ગરમીની સાથે આ બે દિવસ વરસાદની શક્યતા
અમદાવાદ: એક તરફ લોકસભા ચૂંટણીને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે અગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો બે દિવસ ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી પણ કરી છે. તેમજ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ગરમીને લઇને આગાહી કરી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન કર્યું છે. તો વડોદરા, રાજકોટ 41 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન કર્યું છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો બે દિવસ ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી પણ કરી છે. તેમજ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.
હવાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 12 અને 13 મેના સામાન્ય વરસાદ પડશે એવું પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટમા ગરમીને લઇને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય આવતીકાલે હિટવેવને ધ્યાને લઇન મતદાન મથક પર પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને વહેલી સવારે મોટી સંખ્યામાં ઉમટી મતદાન માટે તંત્રએ અપીલ કરી છે.