December 23, 2024

ઈન્દિરા ગાંધી પછી અભિનવ બિન્દ્રાને 41 વર્ષ પછી મળશે આ ખાસ ઓલિમ્પિક એવોર્ડ

Abhinav Bindra: ભારતના દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ મળવા જઈ રહ્યો છે. બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડથી સન્માનિત કરાશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) તેને 10 ઓગસ્ટે પેરિસમાં આયોજિત એવોર્ડ સમારોહમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ માત્ર અભિનવ બિન્દ્રા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખૂબ જ ખાસ પળ છે. આ એવોર્ડથી સન્માનિત થનાર તે માત્ર બીજા ભારતીય હશે.

અભિનવ બિન્દ્રા માટે ખાસ દિવસ
IOC પ્રમુખ થોમસ બેચે અભિનવ બિન્દ્રાને પહેલેથી જ એક પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. IOC એક્ઝિક્યુટિવ બોર્ડે નિર્ણય લીધો છે કે ઓલિમ્પિક મોમેન્ટમાં તેમની પ્રશંસનીય સેવા બદલ તેમને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાશે. તમને જણાવી દઈએ કે આ પુરસ્કાર ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમન સેહરાવતનું વજન પણ લગભગ 4.6 કિલો વધી ગયું હતું, 10 કલાક કરી મહેનત

ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ શું છે?
વર્ષ 1975 માં સ્થપાયેલ ઓલિમ્પિક ઓર્ડર, ઓલિમ્પિક ચળવળનો સર્વોચ્ચ એવોર્ડ છે. જે ઓલિમ્પિક ક્ષણમાં વિશેષ યોગદાન માટે અપાય છે. આ પહેલા આ એવોર્ડ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝમાં આપવામાં આવતો હતો. ત્યારબાદ નિર્ણય લેવાયો કે ગોલ્ડ કેટેગરીમાં રાજ્યોના વડાઓ અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને આપાશે. પરંપરાગત રીતે, IOC દરેક ઓલિમ્પિક રમતોના સમાપન સમારોહમાં મુખ્ય રાષ્ટ્રીય આયોજકોને ઓલિમ્પિક ઓર્ડર આપે છે.