January 24, 2025

લાડલીના લગ્નમાં ડાન્સ કરતો જોવા મળ્યો આમિર ખાન, એક્સ પત્ની પણ જોવા મળી

ઉદયપુરમાં આયરાના લગ્નનું સેલિબ્રેશન પૂરજોશમાં ચાલી રહી છે. આમિર પણ તેની દીકરીના લગ્નમાં ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. આમિર પોતે લગ્નની તમામ વ્યવસ્થા સંભાળી રહ્યો છે. ડેસ્ટિનેશન વેડિંગનો આમિર ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ 18 સેકન્ડની ક્લિપમાં તમે આમિરની ખુશી જોઇ શકો છો. આ સાથે જ મિસ્ટર પરફેક્શનિસ્ટની એક્સ વાઈફ કિરણ રાવ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રેડ કાર્પેટ પર ડ્રમ વગાડવાની વચ્ચે આમિર ખાનનો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આમિર તેની દીકરીના લગ્નમાં ખુશીથી ડાન્સ કરતો જોવા મળે છે. ડાન્સ કરતી વખતે તે નજીકમાં ઉભેલી કિરણ રાવને પણ ડાન્સ કરવા ખેંચે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ખાસ વાત એ છે કે આમિર ખાન પોતાની જ ફિલ્મ પીકેના પ્રખ્યાત ગીત થરકી છોકરો પર આ ડાન્સ કરી રહ્યો છે. સફેદ પટ્ટાવાળા કુર્તા અને કાળા પાયજામામાં આમિરનો લુક જબરદસ્ત લાગે છે. આ ઉપરાંત તેણે ચશ્મા પણ પહેર્યા છે. હવે આ વીડિયો પર યુઝર્સ તરફથી કોમેન્ટ આવી રહી છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “PK શું છે?” તેણે આ કોમેન્ટ ફિલ્મ પીકેને લઈને કરી છે. જ્યારે બીજાએ લખ્યું, પીકે સ્ટાઈલમાં ડાન્સ. આમિર હંમેશા પીકે અને લાલ સિંહ ચઢ્ઢા મોડમાં હોય છે. એકે લખ્યું ‘પીકે 2.0.’ તમને જણાવી દઈએ કે આયરા અને નૂપુરના ઉદયપુરમાં ભવ્ય લગ્ન થઈ રહ્યા છે. આ પછી, 13 જાન્યુઆરીએ, કપલ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ હાજરી આપશે.