October 27, 2024

તાપીમાં યોજાઈ મીની મેરેથોન દોડ, ઉમટી પડ્યા રામતપ્રેમી નગરજનો

દિપેશ મંજલપુરિયા, તાપી: ફિટ રહો તંદુરસ્ત રહો તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ ભાગ લીધો હતો.

લોકો સ્વસ્થ્ય રહે નિરોગી જીવન જીવે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા સંબંધિત વિભાગના સહકાર થી યોગ ડે, મીની મેરેથોન દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું સમયાંતરે આયોજન કરતી હોય છે. જેના ભગરૂપે આજે મોડી સાંજે તંત્ર દ્વારા મીની મેરેથોન સહિત રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લોકોના મનોબળ વધારવાને માટે જિલ્લા કલેકટરે પણ દસ કિલોમીટર લાંબી દોડમાં ભાગ લીધો હતો. આ વેળાએ વ્યારા અને નિઝર બેઠકના ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.