November 17, 2024

વહેલી સવારે કચ્છની ધરા ફરીથી ધ્રુજી, ખાવડામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છ: ગુજરાતના કચ્છની ધરા ફરી એક વખત ધણધણી છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના પર્યાય બની ચૂકેલા સરહદી કચ્છ પંથકમાં ધરતીકંપના આંચકનો સિલસિલો સતત યથાવત્ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આજે સવારે વહેલી સવારે કચ્છની ધરા ફરીથી ધ્રુજી છે. સવારે 3.54 કલાકે 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે વહેલી સવારે ખાવડામાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપના આચકો નોંધાયો  છે. ખાવડાથી 47 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર  નોંધાયુ છે. આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સતત અપડેટ ચાલુ છે.,,