December 23, 2024

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક લાંબી સિરીઝ રમાશે, આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ

India vs South Africa Series: આવનારા સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ કોઈને કોઈ મેચ માટે વ્યસ્ત રહેવાની છે. એક સિરીઝ પુર્ણ થતાની સાથે બીજી સિરીઝ શરૂ થઈ જશે. સિરીઝી છેલ્લી મેચ 1લીથી 5મી નવેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.

T20 સિરીઝ શરૂ થશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર T20 મેચની સિરીઝ રમાશે. સિરીઝની બીજી મેચ 10મીએ છે. ત્રીજી મેચ 13 નવેમ્બર અને ચોથી 15 નવેમ્બરે રમાશે. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત થોડા જ દિવસોમાં કરવામાં આવી શકે છે. હાલમાં ખેલાડીઓ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે. કોઈપણ રીતે, વિરાટ કોહલી અને રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ નથી રમી રહ્યા. જે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં રમશે તેઓ દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝનો ભાગ નહીં બની શકે.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

તક આપવામાં આવે તેવી પુરેપુરી સંભાવના
યુવા ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સિરીઝમાં તક આપવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. જોકે હાલમાં કોઈ T20 ટુર્નામેન્ટ યોજાવાની નથી. પરંતુ હવે તૈયારીઓ ચાલુ રહેવાની છે. કયો ખેલાડી કેવી રીતે પ્રદર્શન કરી રહ્યો છે, તે પછીની ટીમ પસંદ કરવાનું સરળ બનશે. હવે આવનારી સિરીઝને લઈને ટીમ કેવી હશે તેના માટે તમામની રાહ જોવામાં આવી રહી છે.