December 19, 2024

અનંતમાં દેખાય છે પિતા ધીરૂભાઇ અંબાણીની ઝલક: મુકેશ અંબાણી

જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપનારા ખાસ મહેમાનોનો આભાર માન્યો હતો. અંબાણીએ તેમના સંબોધનની શરૂઆત બિઝનેસ લીડર્સ, કલાકારો, ખેલાડીઓ અને ફિલ્મી હસ્તીઓની હાજરી માટે આભાર માનીને કરી હતી. તેમના સંબોધનમાં મુકેશ અંબાણીએ પરિવારના આનંદના પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ મહેમાનોનો આભાર માન્યો હતો. તેમણે જામનગર પધારેલા મહેમાનોને કહ્યું કે તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.

અનંત અંબાણીને લઈને તેમણે કહ્યું કે સંસ્કૃતમાં અનંત એટલે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્યતાઓ જોઉં છું. તેમણે કહ્યું કે મને અનંત અંબાણીમાં અસીમ શક્તિ દેખાય છે. જ્યારે હું અનંતને જોઉં છું ત્યારે મને મારા પિતા ધીરુભાઈ અંબાણીની ઝલક દેખાય છે. તેમણે કહ્યું કે અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નના મુદ્દે મુકેશ અંબાણીએ કહ્યું કે, “યે તો રબ ને બના દી જોડી હૈ”. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ પણ રાધિકા મર્ચન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કલા અને સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂકતા, તેમણે કહ્યું, “મારું આખું જીવન હું કલા અને સંસ્કૃતિથી પ્રેરિત રહી છું. તેણે મને ખૂબ પ્રભાવિત કરી છે અને હું તેના વિશે ખૂબ જ ઉત્સાહી છું.” નીતા અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં કહ્યું, “જ્યારે રાધિકા સાથે મારા નાના દીકરા અનંતની સાથે લગ્નની વાત આવી ત્યારે ખૂબ ખુશ હતી.

પરિવાર માટે ગુજરાતના જામનગરના મહત્વને ધ્યાનમાં રાખીને અહીં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.” ગુજરાત અંબાણી પરિવાર માટે એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે તે જ જગ્યાએ મુકેશ અંબાણી અને તેમના પિતાએ રિફાઈનરી સ્થાપી હતી. નીતા અંબાણીએ શુષ્ક પ્રદેશની મુલાકાત પણ લીધી હતી અને અહીં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી.

જામનગર એરપોર્ટને 10 દિવસના સમયગાળા માટે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે હંગામી ધોરણે નિયુક્ત કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલ માટે બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, રિહાન્ના, ઇવાન્કા ટ્રમ્પ અને કેટલાક ભૂતપૂર્વ વડા પ્રધાનો સહિતના વૈશ્વિક મહેમાનોના આગમનને સરળ બનાવવાનો છે. 1 માર્ચથી શરૂ થયેલી આ ઈવેન્ટમાં વિશ્વભરમાંથી ઘણા હાઈ-પ્રોફાઈલ મહેમાનો ભાગ લઈ રહ્યા છે.