May 9, 2024

IPL 2024ની શરૂઆત પહેલા જ CSKને મોટો ફટકો

અમદાવાદ: IPL 2024 થોડા જ દિવસોમાં શરૂ થવાની છે. 22 માર્ચથી IPL 2024નું આયોજન થવાનું છે. આ પહેલાથી જ આઈપીએલનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ શિડ્યુલમાં હાલ 17 દિવસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે 7 એપ્રિલ સુધીનું છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

આ ખેલાડી રમી શકશે નહીં
ESPNcricinfoના રિપોર્ટ આપેલી માહિતી અનુસાર હવે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોનવેના અંગૂઠામાં ફ્રેક્ચર ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20I મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મેચ રમી શકશે નહીં. બહુ ઓછી શક્યતા કે તેઓ IPLમાં રમી શકે છે. તમને જણાવી દઈએ કે તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ડેવોન કોનવેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને બેટિંગને લઈને લોકો વચ્ચે ફેમસ છે.

પાંચ વખત જીત
ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ વખત ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચ જીતી છે. ગત સિઝનની વાત કરવામાં આવે તો CSKએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ પાસે ધોની જેવો દિગ્ગજ કેપ્ટન છે. જ્યારે CSKમાં રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી જેવા સ્ટાર ઓલરાઉન્ડર છે.

ખેલાડીનો અકસ્માત થયો
યુવા ખેલાડી રોબિન મિન્ઝ IPL 2024ની શરૂઆત પહેલા અકસ્માતનો ભોગ બન્યા છે. તમને જણાવી દઈએ કે તેને IPL 2024માં 3.60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એક માહિતી અનુસાર 21 વર્ષીય રોબિન મિન્ઝ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો તે સમયે અકસ્માત થતા તેને ગંભીર અસર થઈ હતી. તેની બાઈકના આગળનો ભાગ ખરાબ રીતે ભાંગીને ભૂંકો થઈ ગયો હતો.