January 21, 2025

Rajkot : જામકંડોરણામાં યોજાશે શાહી લગ્નોત્સવ

જામકંડોરણામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં શાહી સમૂહ લગ્નનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ 351 દીકરીઓના શાહી લગ્ન 2જી ફેબ્રૂઆરીના યોજાવાના છે. ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજીત થાય છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવરમાં 121 વસ્તુઓ આપવામાં આવશે. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં છેલ્લા સાત વર્ષથી જામકંડોરણામાં શાહી સમૂહ લગ્ન યોજવામાં આવે છે. આ સમૂહ લગ્નનું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવે છે. જેમાં દીકરીઓને પાનેતરથી લઈને ઘરવખરીની અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે. આ વર્ષે 351 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન યોજાવાના છે. જેમાં 121 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ લગ્ન સમારંભમાં અમિત શાહ, મનસુખ માંડવીય ઉપરાંત સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

ગત વર્ષે પણ જામકંડોરણમાં આ શાહી સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં 165 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમાં સી.આર.પાટીલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ અને દાતા વસંતભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.