જથ્થાબંધ ફુગાવો 4 મહિનામાં પહેલીવાર 2%થી નીચે, ઓગસ્ટમાં 1.31% થયો WPI
WPI: દેશમાં જથ્થાબંધ ફુગાવાનો દર જુલાઇ મહિનાની 2.04 ટકાની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ઘટીને 1.31% થયો છે. સરકારે મંગળવારે WPIના આંકડા જાહેર કર્યા. આ આંકડા અનુસાર, કોમોડિટી અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં પ્રથમ વખત 2 ટકાથી નીચે ગયો છે. 17 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ભારતનો જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.31 ટકા થયો છે, જ્યારે અગાઉના મહિનામાં તે 2.04 ટકા હતો.
ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી, કઠોળ અને અનાજમાં સ્થિર ફુગાવો અને સેવા ક્ષેત્રના ફુગાવામાં વધારા થતાં ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હતો. જો ક્રૂડ ઓઈલના ભાવ વર્તમાન સ્તરે રહેશે તો જથ્થાબંધ ફુગાવો વધુ ઘટવાની શક્યતા છે.
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો જુલાઈમાં 2.04 ટકા હતો. ઓગસ્ટ 2023માં તેમાં 0.46 ટકા ઘટાડો થયો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓગસ્ટ 2024માં ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ, અન્ય ઉત્પાદન, કાપડ ઉત્પાદન અને મશીનરી અને ઉપકરણોના ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થયો હતો,”
આંકડા અનુસાર, ખાદ્ય ચીજોમાં ફુગાવો ઓગસ્ટમાં 3.11 ટકા હતો, જ્યારે જુલાઈમાં તે 3.45 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં 10.01 ટકાનો ઘટાડો થયો હતો, જે જુલાઈમાં 8.93 ટકા હતો.
આ પણ વાંચો: કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી? ઓક્સફર્ડમાંથી અભ્યાસ, કેજરીવાલના વિશ્વાસુ; પતિ કોણ?
બટાટા અને ડુંગળીનો ફુગાવો ઓગસ્ટમાં અનુક્રમે 77.96 ટકા અને 65.75 ટકાના સ્તરે ઊંચો રહ્યો હતો. ઈંધણ અને વીજળી કેટેગરીમાં ફુગાવો ઓગસ્ટમાં 0.67 ટકા રહ્યો હતો જે જુલાઈમાં 1.72 ટકા હતો.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આંકડા અનુસાર શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ઓગસ્ટમાં છૂટક ફુગાવો 3.65 ટકા રહ્યો હતો. આ જુલાઈમાં 3.60 ટકાથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં, RBIએ સતત નવમી વખત પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.