December 30, 2024

સફેદ વાળને કાળા કરવા માટે હળદરનો આ રીતે બનાવો હેર પેક

Turmeric For White Hair: મોટા ભાગના લોકોના વાળ આજના સમયમાં નાની ઉંમરમાં સફેદ થઈ જતા હોય છે. 20-25 વર્ષના યુવાનોને પણ સફેદ વાળની સમસ્યા હોય છે. વાળને કાળા કરવા માટે બજારમાં ઘણા પ્રકારના રંગ જોવા મળે છે. પરંતુ તેની સાઈડ ઈફેક્ટ લાંબા સમયે ખબર પડે છે. આપણા આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમારા વાળને કાળા કરવામાં મદદ કરે છે. વાળને કાળા કરવા માટે આવો જ એક કુદરતી ઘરેલું ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેનાથી તમારા વાળ ધીમે-ધીમે કાળા થતા જશે.

સફેદ વાળ માટે હળદર

હળદર એગ હેર માસ્ક
હળદરમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. હળદરમાંફાઈબર, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કોપર હોય છે. તેમાં કેલ્શિયમ પણ જોવા મળે છે. આ હેર માસ્ક બનાવવા માટે તમારે એક બાઉલમાં 2 ચમચી હળદરમાં 2 ચમચી મધ અને 1 ઈંડું મિક્સ કરવાનું રહેશે. આ બાદ તેને 1 કલાક સુધી વાળમાં રાખો. આ પછી વાળને શેમ્પૂથી વાળ ધોઈ લો.

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીએ આ 3 વસ્તુઓ ન ખાવી

હળદરનું તેલ લગાવો
વાળને કાળા કરવા માટે હળદરના તેલનો ઉપયોગ તમે કરી શકો છો. જેનાથી તમારા સફેદ વાળની ​​સમસ્યાને નોંધપાત્ર રીતે ઘટાડો થઈ શકે છે. જો તમે લાંબા સુધી આ પેસ્ટને લગાવો છો તો ચોક્કસ તેનો ફાયદો થાય છે. આ પેસ્ટ બનાવવા માટે તમારે હળદર પાવડરને ધીમી આંચ પર પકાવવાનો રહેશે. હળદર કાળી પડવા લાગે પછી તેમાં ટોપરાનું તેલ મિક્સ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારા વાળમાં એક કલાક સુધીને લગાવીને રાખો. બાદમાં તમને 1 કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. થોડા જ દિવસમાં તમારા વાળ કુદરતી રીતે કાળા દેખાવા લાગશે.