October 12, 2024

જો તમે કોથમીરની ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો આ મસાલેદાર ચટણી કરો ટ્રાય

tomato garlic chutney recipe: ભારતમાં મોટા ભાગના વિસ્તારમાં ભોજનની સાથે અલગ અલગ પ્રકારની ચટણી ખાવામાં આવે છે. ઘણા ને તો ભોજન સાથે ચટણી ના ખાઈ તો તેમનું ભોજન અધૂરું લાગે છે. મોટા ભાગની ચટણી કોથમીરમાંથી બનાવવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે કોથમીર સિવાઈની ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ ટામેટા-લસણની ચટણીની રેસિપી વિશે.

આ રહી રીત
મસાલેદાર લસણ-ટામેટાની ચટણી બનાવવા માટે પહેલા ટામેટાંને ધોઈને વચ્ચેથી કાપવાના રહેશે. એવી રીતે તમારે રે ડુંગળીને પણ છોલીને વચ્ચેથી કાપવાની રહેશે. આ થઈ ગયા પછી તમારે તવા પર તેલ મૂકીને ટામેટાંને તળવાના રહે છે. તવા પર ઝીણી સમારેલી ડુંગળી અને છાલવાળા લસણને સારી રીતે ફ્રાય કરવાના રહેશે. આ તમામ સામગ્રીને તમારે ઠંડી કરવાની રહેશે. ટામેટાની છાલને કાઢીને તમારે અલગ કરવાના રહેશે. હવે બ્લેન્ડરમાં ટામેટા, ડુંગળી અને લસણ સાથે મીઠું, મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર ઉમેરવાના રહેશે. આ તમામ વસ્તુઓને તમારે પીસી લેવાની રહેશે. તમારી ટેસ્ટી ટેસ્ટી ચટણી હવે તૈયાર છે.આ ટામેટા-લસણની ચટણી તમે મહેમાન આવે ત્યારે પણ ભોજનમાં એડ કરી શકો છો.

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીએ આ 3 વસ્તુઓ ન ખાવી

આ પણ કરી શકો
જો તમને તે વધુ મસાલેદાર અને તીખી ચટણી ખાવી પસંદ હોય તો તમારે લીલા મરચાંને શેકવાના રહેશે. આ પછી તમારે બ્લેન્ડરમાં તમામ મસાલાને પીસવાના રહેશે. આ ટમેટા-લસણની ચટણીનો સ્વાદ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ગમશે.આ ચટણી બનાવવા માટે તમારે વધારે સામગ્રીની જરૂર પડશે નહીં ના તમારે વધારે સમય લાગશે. આ ચટણી તમને એટલી ટેસ્ટી લાગશે કે ખાધા પછી, તમે આ રેસીપીને તમારી મનપસંદ વાનગીઓની યાદીમાં ચોક્કસ એડ કરી દેશો.