November 14, 2024

ભારતીયનું એથ્લેટ્સમાં અદભૂત પ્રદર્શન, મેડલ ટેલીમાં આટલામું સ્થાન

paris paralympics 2024: ભારતે પેરાલિમ્પિક્સ 2024માં 10માં દિવસની રમતની સમાપ્તિ પછી કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા હતા. નવદીપે ભાલા ફેંકની F41 શ્રેણીની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમામ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તમામ ભારતીયોને આશા હતી જે ભારતીય પેરા એથ્લેટ્સે પૂરી કરી હતી અને 29 મેડલ પ્રાપ્ત કર્યા હતા. હજૂ પણ મેડલની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ભારતે 10માં દિવસે બે મેડલ જીત્યા
પેરાલિમ્પિક્સના 10માં દિવસે પણ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. 10માં દિવસે ભારતને 2 મેડલ મળ્યા હતા જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળ્યો હતો. પ્રથમ મેડલ પેરા એથ્લેટ સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધાની ફાઇનલમાં 24.75 સેકન્ડમાં દોડ પૂરી કરીને જીત્યો હતો. ભાલા ફેંકની F41 શ્રેણીની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો આ 29મો મેડલ હતો.

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

આ ત્રણ દેશો ટોપમાં
પેરાલિમ્પિક ગેમ્સ 2024ના મેડલ ટેલીમાં એક નજર કરીએ તો ચીન પ્રથમ સ્થાને છે. તેના કુલ 216 મેડલ છે. જેમાં 94 ગોલ્ડ, 73 સિલ્વર અને 49 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટન બીજા સ્થાને છે. તેણે 47 ગોલ્ડ, 42 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમેરિકા 102 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જેમાં 36 ગોલ્ડ, 41 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ છે. ભારતની વાત કરીએ તો ટોટલ 29 મેડલ જીત્યા છે જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.મેડલ ટેલીમાં ભારત 15માં નંબર પર છે.