ઓટો ઇન્ડસ્ટ્રીને ગણેશ ચતુર્થી ફળી, હજારોની સંખ્યામાં કાર-ટુ વ્હીલરનું થયું વેચાણ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: કોઇપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશથી કરવામા આવતી હોય છે. ત્યારે, ગણેશ ઉત્સવ ઓટો ઇન્ડસ્ટ્રી માટે તેજી લઇને આવ્યો છે. આજરોજ ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વે રાજ્યમાં 12 હજાર ટુ વ્હીલર અને 3 હજાર કારનું વેચાણ થયુ છે.
ફેસ્ટીવ સિઝન શરૂ થતા જ ઓટો ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં પડેલા વરસાદેને કારણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં બ્રેક વાગી હતી. ફેસ્ટીવ સીઝનમાં જે ઇડન્સ્ટ્રીનુ માર્કેટ 15 ટકાની આસપાસ રહેતુ હોય છે તે ઘટીને આ વખતે 9 ટકા રહેવા પામ્યુ હતુ. પરંતુ, ગણેશ ચતુર્થી અને સંવત્સરીથી ફરીથી ઓટો ઇન્ડસ્ટ્રી ટોપ ગિયરમાં પહોચી ચુકી છે. ગણેશ ચતુર્થીના દિવસે અનેક લોકો નવુ વાહન ખરિદવાની ઇચ્છા હોય છે ત્યારે આજે વહેલી સવારે નવા વાહનોની ડિલીવરી લેવા માટે શહેરીજનો પહોચ્યા હતાં.
આજના દિવસે ડિલીવરી મેળવવા માટે લોકો એક એક મહિના પહેલા બુકિંગ કરાવી રાખતા હોય છે કારણ કે હવે આરટીઓના નિયમ મુજબ નંબર પ્લેટ વગર સાધનની ડીલીવરી મળી શકતી નથી. અમદાવાદની વાત કરવામા આવે તો આજરોજ 1800 થી 2000 હજાર ટુ વ્હીલર, 500 જેટલી કાર આજે લોકોએ ખરીદી છે જ્યારે ગુજરાતની વાત કરવામા આવે તો અંદાજીત 12000 ટુ વ્હીલર અને 3200 જેટલા ફોર વ્હીલરની લોકો ખરીદી કરી હતી.