November 15, 2024

આઈસ્ક્રીમ ખાધા પછી થઈ જતો નશો! દુકાનમાં દરોડા પાડતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું

Hyderabad Whisky Ice Cream: હૈદરાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે અહીં એક આઈસ્ક્રીમ પાર્લરમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આઈસ્ક્રીમમાં કોઈ નશો ભેળવવામાં આવ્યો હોવાની બાતમી ટીમને મળી હતી. ટીમે દરોડો પાડતાં ચોંકાવનારૂં સત્ય સામે આવ્યું હતું. ત્યારબાદ આ દુકાનમાંથી આઈસ્ક્રીમ અને દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલો આરટીસી ક્રોસ રોડ પર આવેલા આઈસ્ક્રીમ પાર્લરનો છે. અધિકારીઓએ શુક્રવારે આઈસ્ક્રીમ સાથે વ્હિસ્કીનું વેચાણ કરતા કથિત રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એવો આરોપ છે કે દુકાનદાર આઈસ્ક્રીમમાં દારૂમાં ભેળવીને વેચતો હતો, જે ખાધા પછી લોકોને નશો ચઢી જતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુકાનદાર સોશિયલ મીડિયા દ્વારા વ્હિસ્કી આઈસ્ક્રીમનો પ્રચાર પણ કરતો હતો.

દરોડામાં ચોંકાવનારી માહિતી સામે આવી
અધિકારીઓનું કહેવું છે કે તેમને આ આઈસ્ક્રીમ પાર્લર વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ માહિતી મળી હતી. ત્યાર બાદ જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે 3.85 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક્સાઇઝ વિભાગની ટીમને 11.5 કિલો આઈસ્ક્રીમ મળી આવ્યો હતો. પાર્લરના માલિકની ઓળખ શરત ચંદ્ર રેડ્ડી તરીકે થઈ છે. તપાસ અનુસાર તે દરેક કિલોગ્રામ આઈસ્ક્રીમમાં 60 મિલી વ્હિસ્કી મિક્સ કરતો હતો.

આ પણ વાંચો: કોના બાપની દિવાળી! રુ. 42 કરોડમાં બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાનો ખર્ચ 52 કરોડ

આઈસ્ક્રીમમાં વ્હિસ્કી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આઈસ્ક્રીમ પાર્લર પસંદગીના ગ્રાહકોને વ્હિસ્કી-લેસ આઈસ્ક્રીમ પીરસી રહ્યો હતો. આ આઈસ્ક્રીમનો સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. અહીંથી જ આબકારી વિભાગને માહિતી મળી હતી. હવે આ આઈસ્ક્રીમ પાર્લર વિશે સત્ય જાણીને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ગયા મહિને કહ્યું હતું કે હવે શહેરમાં દારૂની દુકાનો સિવાયની તમામ દુકાનો સવારે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમણે કહ્યું હતું કે તેઓ દારૂના વિરોધમાં છે, જેટલી દુકાનો ખુલ્લી રહેશે તેટલા લોકો પીશે.