November 15, 2024

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે,10 જિલ્લામાં વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આજે ગુજરાતના એક પણ જિલ્લામાં રેડ કે ઓરેન્જ એલર્ટ નહીં. ગુજરાતના 10 જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે આજે ભારે વરસાદ પડી શકે છે એટલે કે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણવ્યા મુજબ, આ સિવાય રાજ્યના એકપણ વિસ્તારમાં આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. માત્ર આજે જ નહીં, આગામી 5 દિવસ સુધી વરસાદનું જોર ઘટતું રહેશે એટલે કે પાંચ દિવસ ભારે વરસાદથી રાહત મળી શકે છે.

નુકસાની સરવેનો રિપોર્ટ મોકલશે
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ લઈને રાજ્ય સરકારે સરવેનો આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લાના 9 તાલુકાના 506 ગામોમાં થશે સરવે કરવામાં આવ્યો છે. 57 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરવે ટીમ ખેતી ક્ષેત્રે થયેલી નુકસાનીનો તાગ મેળવી સરકારને રિપોર્ટ કરશે. આગામી 10થી 12 સપ્ટેમ્બર સુધી સરવેની કામગીરી પૂરી કરી દેવામાં આવશે અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે.