January 24, 2025

UP T20 લીગ 2024માં રિંકુ સિંહે સિક્સર ફટકારીને ટીમને અપાવી જીત

Kashi Rudras vs Meerut Mavericks: યુપી T20 લીગની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. રિંકુ સિંહની કપ્તાનીમાં મેરઠ મેવેરિક્સે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કાશી રુદ્રસની ટીમે ખાલી 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે મેરઠ મેવેરિક્સ ટીમને આ લક્ષ્યનો પીછો કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. આરામથી આ મેચ જીતી લીધી હતી.

રિંકુ સિંહે સિક્સર ફટકારી
101 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેરઠ મેવેરિક્સની ટીમે માત્ર 9 ઓવરમાં જ ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. ટીમ માટે ઓપનર સ્વસ્તિક ચિકારાએ 26 બોલમાં 66 રન બનાવ્યા હતા. વિસ્ફોટક અડધી સદી ફટકારીને મેરઠ ટીમની જીત સુનિશ્ચિત કરી લીધી હતી. અક્ષય દુબેએ 19 રન, કેપ્ટન રિંકુ સિંહે 2 બોલમાં 7 રન બનાવ્યા હતા. કાશી રુદ્રસની ટીમમાંથી કોઈ પણ ખેલાડીની બેટિંગમાં કંઈ ખાસ જોવા મળ્યું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by UP T20 League (@t20uttarpradesh)

આ પણ વાંચો: સૌથી વધુ ધનવાન ક્રિકેટર કોણ? ભારતનો આ ક્રિકેટર છે 70,000 કરોડનો માલિક

યશ ગર્ગે જોરદાર બોલિંગ કરી
મેરઠ માવેરિક્સ તરફથી યશ ગર્ગ અને જીશાન અંસારીએ ત્રણ-ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. વિજય કુમારે 2 વિકેટ લીધી હતી. યશ ગર્ગને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.