November 15, 2024

રશિયાના મોસ્કોમાં યુક્રેનનો સૌથી મોટો હુમલો, PM મોદીના પ્રવાસ પહેલા છોડ્યાં ડ્રોન

Russia Ukraine: વડાપ્રધાન મોદી યુક્રેનના પ્રવાસે છે ત્યારે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો મોસ્કો પર થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે છે. તેઓ 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાત લીધા બાદ યુક્રેન જવા રવાના થશે. તેઓ 23મી ઓગસ્ટે ત્યાં આવશે. 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લેશે. પરંતુ આ પહેલા યુક્રેને રશિયાના મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

હુમલા અંગે મેયર સર્ગેઈ સોબ્યાનિનનું કહેવું છે કે યુક્રેને મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આમાં રશિયન હવાઈ સંરક્ષણ એકમોએ રાજધાની તરફ ઉડતા ઓછામાં ઓછા 10 ડ્રોનનો નાશ કર્યો. મેયરે એમ પણ કહ્યું કે પોડોલ્સ્ક શહેરમાં કેટલાક ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. મોસ્કો પ્રદેશમાં આવેલું શહેર ક્રેમલિનની દક્ષિણે લગભગ 38 કિલોમીટર (24 માઇલ) દૂર છે.

સૌથી મોટો હુમલો
સોબ્યાનિને સવારે 4:43 વાગ્યે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દુશ્મન UAV હુમલાઓને વિફળ કરવાનું યથાવત રાખ્યું છે. તેમણે એ પણ માહિતી આપી છે કે જ્યાં કાટમાળ પડ્યો છે ત્યાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગયા વર્ષે મે મહિનામાં ડ્રોન હુમલા બાદ આ સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. જ્યાં ગયા વર્ષે મોસ્કોના 8 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે 10 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. આ સિવાય બ્રાયન્સ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે તેમના ટેલિગ્રામમાં માહિતી આપી હતી કે રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં સરહદી બ્રાંસ્ક ક્ષેત્રમાં ડ્રોન હુમલા દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

આ પણ વાંચો: દારૂ પીધો, બે રેડલાઈટ એરિયામાં ગયો અને પછી… અડધી રાતે હોસ્પિટલ પહોંચ્યો, કોલકાતા કેસમાં પોલીસનો ખુલાસો

એક અહેવાલ અનુસાર, ઉત્તરમાં મોસ્કો ક્ષેત્રની સરહદે આવેલા વિસ્તારમાં બે ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં રશિયાના દક્ષિણપશ્ચિમમાં રોસ્ટોવ ક્ષેત્રના ગવર્નર વસિલી ગોલુબેવે જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ દળોએ આ વિસ્તારમાં યુક્રેનિયન મિસાઈલનો નાશ કર્યો હતો. જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી.