November 15, 2024

BJPમાં જોડાવા દબાણ! ના પાડી તો મહિલાને જાહેરમાં ગામમાં નગ્ન કરી ઢોર માર માર્યો, BJP નેતાની ધરપકડ

BJP: પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભાજપના એક બૂથ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તાપસ દાસના સહયોગીઓએ મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ હતી. આરોપ છે કે તાપસ દાસે અન્ય લોકો સાથે મળીને તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર ખેંચી હતી. ટીએમસીએ પીડિતાને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

ભાજપનું કહેવું છે કે આ પારિવારિક વિવાદ હતો અને તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. આ ઘટના ગોકુલનગરના પંચાનંતલામાં બની હતી. ઘાયલ મહિલાને નંદીગ્રામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે તે તેના પુત્ર અને પુત્રી સાથે ઘરે હતી. ત્યારે કેટલાક લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને બહાર કાઢ્યા હતા. આ પછી લોકો તેને આખા ગામમાં ઘસેડી અને કપડાં કાઢીને ઢોર માર માર્યો.

તેણે કહ્યું, હું પહેલા ભાજપમાં હતી પરંતુ તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ હતી. થોડા દિવસો પહેલા પણ તે લોકોએ મને માર માર્યો હતો અને આખા ગામમાં મારું અપમાન કર્યું હતું. આ પછી પણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે પણ આ જ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ સર્જાયું હતું. નંદીગ્રામ ફર્સ્ટ બ્લોક બીજેપી કોઓર્ડિનેટર અભિજીત મૈતીએ મહિલા પર હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે તેનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: કોલકાતા કેસમાં આરોપીનો થશે સાઈકોલોજીકલ ટેસ્ટ, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો!

નંદીગ્રામના ટીએમસી અધિકારી શેખ સુફિયાને કહ્યું, મહિલાનો એકમાત્ર ગુનો એ છે કે તે ટીએમસીમાં જોડાઈ હતી. તેમના પર ફરીથી ભાજપમાં જોડાવાનું દબાણ હતું. જ્યારે તેણે ના પાડી તો તેને ઘસેડીને માર મારવામાં આવ્યો. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે રવિવારે પીડિતાને મળવા આવેલા ટીએમસીના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ કુણાલ ઘોષ પણ સામેલ હતા.