January 24, 2025

પ્રેમિકાએ એક બાઈક માટે તરછોડ્યો તો પ્રેમીએ કરી નાંખ્યો મોટો કાંડ

મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની ટીમ અને સ્વાટ ટીમે મંગળવારે એક શાતિર વાહનચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે 25 ચોરી કરેલા વાહનો પણ જપ્ત કર્યા છે. પોલીસની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, આ ચોરની એક પ્રેમિકા હતી પરંતુ તેને ફરવા લઈ જવા માટે તેની પાસે બઈક નહોતી. જેના કારણે પ્રેમિકાએ તેને છોડી દીધો હતો. જે બાદ તણાવમાં તે પહેલા નશેડી બની ગયો અને પછી તેણે લોકોના વાહનો ચોરી કરવાનું શરૂ કરી દીધુ. તે તેની પ્રેમિકા ચિડવવા માટે તેની સામે દરરોજ નવી-નવી બાઈકો લઈને જતો હતો. સારા રૂપિયા મળતા તે અલીગઢ અને હાથરસના દૂરના ગામડામાં બાઈકને વેચી દેતો હતો.

ઈન્સપેક્ટર રવિ ત્યાગીએ જણાવ્યું કે, તાજેતરમાં વૃંદાવનથી બે બાઈકની ચોરી થઈ હતી. પોલીસે તેની શોધમાં હતી. તપાસ દરમિયાન પીરીગઢના રહેવાસી રાહુલ સિંહ રાયાનું નામ સામે આવ્યું હતું. મંગળવારે તેનું લોકેશન રૂકમણી વિહાર ગોલ ચક્કરની પાસે કાન્હા માખણ જતા રસ્તા પાસે મળી આવ્યું હતું.

આ પણ વાંચો: 50 વર્ષથી ઓછી ઉંમરમાં લોકોને કેમ થઈ રહી છે જીવલેણ બીમારીઓ

આ અંગે સ્વાટ ટીમના પ્રભારી અભય કુમાર શર્માના સહયોગી દ્વારા તેને ત્યાંથી દબોચી લેવામાં આવ્યો હતો. પૂછપરછ કરવામાં આવી તો વાહનચોરીની ઘટનાઓને અંજામ આપવાની વાત તેને સ્વીકારી લીધી હતી. આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલ બાઈખ અલીગઢ, મથુરા, હાથરસ અને હરિયાણા નંબર પ્લેટની છે. આરોપીને પોલીસે જેલહવાલે કરી દીધો છે. ધરપકડ અને વાહન જપ્ત કરવામાં 20 પોલીસકર્મીઓની ટીમ સામેલ રહી હતી.