2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે?
2036 Olympics Ahmedabad: દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ 2036માં ઓલિમ્પિક યોજાય તે વિશે પણ વાત કરી હતી. જેમાં લાલ કિલ્લા પરથી PM મોદીએ મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ‘અમે ભારતમાં યોજાનારી 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ’, હવે સવાલ એ છે કે 2036 ઓલિમ્પિક અમદાવામાં આયોજન કરવામાં આવશે? આવો જાણીએ આ અહેવાલમાં.
ઓલિમ્પિક ગેમ્સની દાવેદારી
લાલ કિલ્લા પરથી PM મોદીએ મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ‘અમે ભારતમાં 2036 ઓલિમ્પિક યોજાય તેની તૈયારી કરી રહ્યા છીએ’. આ વિશે સવાલ થઈ રહ્યો છે કે આ ઓલિમ્પિક 2036નું આયોજન અમદાવાદમાં થશે? અમદાવાદમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સની દાવેદારી માટે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ તૈયાર થઈ રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન છેલ્લા 2 વર્ષથી તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેના કારણે મોદીએ આજે જે જાહેરાત કરી છે તે જોઈને એવું લાગે છે કે ચોક્કસ 2036 ઓલિમ્પિક અમદાવામાં આયોજન કરવામાં આવી શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવમાં નારણપુરા સ્પોર્ટ્સ સંકુલથી લઈને અમદાવાદ રિવરફ્રન્ટથી લઈને ગાંધીનગર સુધી રમતગમત માટેના મેદાન આ સંકુલમાં સમાવેશ થાય છે.
આ પણ વાંચો: PMની ઓલિમ્પિક વિજેતાઓ સાથે મુલાકાતની ખાસ 10 તસવીર
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ
ઓલિમ્પિક્સ યોજાય તે માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ છેલ્લા 2 વર્ષથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, ફાઈવ સ્ટાર હોટલો, રોડ રસ્તાની કનેક્ટિવિટી, રમતગમત માટેના તમામ પ્રકારના મેદાનો અને સાધનો જેવી સુવિધા આપવામાં આવશે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે BRTS,મેટ્રો ટ્રેન આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ સુધી શરૂ કરી લેવામાં આવશે. 2036માં ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજાશે તો તે પહેલા અમદાવાદને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવશે. રોડ, બ્રિજ, અંડરબ્રિજ વિગેરેને શણગાર કરાવી દેવામાં આવશે. 2036 પહેલા અમદાવાદ નવા રંગ રૂપ સાથે જોવા મળશે. તૈયાર
આ પણ વાંચો: Independence Day: દેશની રક્ષા માટે શપથ લેનારા 5 ક્રિકેટરો પણ હતા સેનાનો ભાગ
કેટલા ખર્ચે બનશે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં 2 કિલોમીટરથી વધુ લાંબો રિવરફ્રન્ટની સાથે કોમર્શિયલ, આંતરરાષ્ટ્રીય ડાઇનિંગ ડિસ્ટ્રિક્ટ અને રિટેલ સુવિધાઓની સાથે આઉટડોર પ્લે એરિયા સહિતના વિસ્તાર પણ જોવા મળશે.સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા મોટેરામાં 236 એકર વિસ્તારમાં બનાવાશે. અંદાજે તેનો ખર્ચ 6,000 કરોડ રૂપિયા છે અને તે 93 લાખ ચોરસ ફૂટ બિલ્ટ-અપ એરિયામાં 20 સ્પોર્ટ્સ માટેના સુવિધાઓ ઉભી કરવામાં આવશે.