November 19, 2024

હર ઘર તિરંગા યાત્રા અભિયાન: અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: એક સપ્તાહ બાદ એટલે કે આગામી ગુરુવારના રોજ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. જેને લઈને ભાજપ દ્વારા દેશભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજથી રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો શુભારભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા માટે તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરાવી શહેરજનોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે, ભાજપ દ્વારા અમદાવાદમાં તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, અમદાવાદના નવરંગપૂરા વિજય ચાર રસ્તા પાસે હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ વિતરણ કરીને અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું થશે વિતરણ

મહત્વનું છે કે 78માં સ્વતંત્રતા દિવસ સુધી એટલે કે આગામી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અભિયાન યોજશે. જેના ભાગરૂપે આજે યોજાયેલા તિરંગા વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. જેમાં, શહેર પોલીસ અધિકારી જી. એસ. મલિક અને ડીજીપી (લો એન્ડ ઓર્ડર) શમશેરસિંઘ તેમજ શહેર કલેકટર પ્રવિણા ડી. કે. પણ હાજર રહ્યા હતા.