January 23, 2025

Manu Bhaker આજે રચી શકે છે ઈતિહાસ

Manu Bhaker: આજે મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. આ ઓલિમ્પિકમાં તે અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. આજના દિવસે તે ગોલ્ડ મેડલ લાવી શકે છે. જો તે ગોલ્ડ મેડલ લાવશે તો આજે ઈતિહાસ રચી દેશે. દેશવાસીઓ આ સમયની રાહ જોઈ રહ્યા છે.

ભારતે ત્રણ મેડલ જીત્યા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ માત્ર શૂટિંગમાં જ પ્રાપ્ત થયા છે. આજે મનુ ભારતને ચોથો મેડલ અપાવશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અત્યાર સુધીમાં મનુને હજારોની સંખ્યામાં શુભેચ્છાઓ મોકલવામાં આવી છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર આજે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરવાની છે. અત્યાર સુધીમાં તે બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે અને આજે તે મેડલની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખશે. તેણે બંને ઈવેન્ટમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

કોણ છે મનુ?
મનુએ 16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેવાસી છે. તેની માતા શાળામાં ભણાવા જાય છે અને પિતા મરીન એન્જિનિયર છે. વર્ષ 2018 માં, મનુ ભાકરે મેક્સિકોમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) માં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુએ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ જીત્યો બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મિશ્ર ઇવેન્ટ)માં જીત્યો હતો. ખાસ વાત તો એ હતી કે 1 જ દિવસમાં તેણીએ 16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે સૌથી યુવા મહિલા ખેલાડી હતી.

આ પણ વાંચો: Lakshya Sen: સેનનું આગામી ‘લક્ષ્ય’ ઓલિમ્પિક સેમિફાઇનલ

દિકરી માટે છોડી નોકરી
મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે જણાવ્યું કે જ્યારે મનુએ પહેલીવાર સ્કૂલમાં કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો ત્યારે તેણે એટલી સચોટતાથી ટાર્ગેટ માર્યો કે સ્કૂલના શિક્ષકો પણ જોતા રહી ગયા હતા. થોડીક પ્રેક્ટિસ અને ટ્રેઈનિંગ પછી વિવિધ સ્થળોએ આયોજિત સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ સમસ્યા એ હતી કે મનુ લાયસન્સવાળી પિસ્તોલ સાથે જાહેર બસમાં મુસાફરી કરી શકતી ના હતી. જેના કારણે મનુના પિતાએ દીકરી માટે નોકરી છોડી દીધી હતી.