અર્જુન અને રમિતા પાસેથી મેડલની આશા, ત્રીજા દિવસનું આ છે ભારતનું શેડ્યુલ
Paris Olympics 2023: પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ ભારત માટે ખૂબ જ સારો રહ્યો હતો. મનુ ભાકરે શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આજના દિવસે પણ બે અલગ-અલગ શૂટિંગ ઇવેન્ટમાં મેડલની અપેક્ષા છે.
સ્થાન સુરક્ષિત કર્યું
પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બીજો દિવસે ખુબ ખાસ રહ્યો હતો. સ્ટાર શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન બાબૌતા અને રમિતા જિંદાલે મેડલ ઈવેન્ટ માટે પોતપોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. બલરાજ પંવારે રોઇંગની રિપેચેજ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. નિરાશાજનક ક્ષણો આવી જ્યારે ભારતીય મહિલા તીરંદાજી ટીમને ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રમિતા જિંદાલ અને અર્જુન પાસેથી મેડલની આશા
ભારતીય ખેલાડીઓના પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસના શેડ્યૂલની વાત કરીએ તો અર્જુન બાબૌતા પુરુષોની 10 મીટર એર રાઈફલની મેડલ ઈવેન્ટમાં ભાગ લેવાના છે. રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલની મેડલ ઈવેન્ટમાં જોવા મળશે. આ સિવાય ભારતીય હોકી ટીમ ગ્રુપ-બીમાં તેની બીજી મેચમાં આર્જેન્ટિનાની ટીમ સામે આજે ટકરાશે. જ્યારે ભારતની પુરૂષ તીરંદાજી ટીમ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. બેડમિન્ટનમાં પણ મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડી તેની બીજી ગ્રુપ મેચમાં જર્મન ટીમ સામે ટકરાશે.
આ પણ વાંચો: INDW vs SLW Asia Cup: શ્રીલંકાએ મહિલા T20 એશિયા કપ જીત્યો, ફાઇનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું
ભારતનું આજનું શેડ્યૂલ
બેડમિન્ટન મેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિ માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલ – બપોરે 12:00 PM
બેડમિન્ટન વિમેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિ નમી માત્સુયામા અને ચિહરુ શિડા – બપોરે 12:50 PM
શૂટિંગ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ : મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને અર્જુન સિંહ ચીમા – 12:45 PM
શૂટિંગમાં પુરૂષોની ટ્રેપ : પૃથ્વીરાજ ટોન્ડાઈમન – 1:00 pm
મહિલા 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ: રમિતા જિંદાલ – 1:00 pm
મેન્સ 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલ: અર્જુન બાબૌતા – 3:30 pm
મેન્સ પૂલ B મેચ: ભારત વિ અર્જેન્ટીના – સાંજે 4:15
બેડમિન્ટન મેન્સ સિંગલ્સ (ગ્રુપ મેચ): લક્ષ્ય સેન વિ જુલિયન કેરેજી – સાંજે 5:30 PM
તીરંદાજી મેન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ – સાંજે 6:30 PM
મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ (રાઉન્ડ ઓફ 32): શ્રીજા અકુલા વિ જીયાન ઝેંગ – 11:30 PM