January 24, 2025

AMU કેમ્પસમાં ફાયરિંગ, 2 કર્મચારી ઘાયલ, પબ્લિકે પકડી પાડ્યો હુમલાખોર

ઉત્તર પ્રદેશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ AMUના સુરક્ષા કર્મીઓ અને હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો છે. ઉપરાંત, ફાયરિંગ દરમિયાન ઘાયલ બંને કર્મચારીઓને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

મચી ગઈ અફરાતફરી 

ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગ થતાંની સાથે જ નજીકમાં હાજર સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા અને હુમલાખોરોની તુરંત પકડી પાડ્યો હતો. મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે AMU કેન્ટીનમાં થયું હતું અંધાધૂંધ ફાયરિંગ
ગત વર્ષે સપ્ટેમ્બરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નેહરુ (જેએન) મેડિકલ કોલેજમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનાને અંજામ આપનારા બદમાશો કેન્ટીન સંચાલક પાસે ખંડણી માંગી રહ્યા હતા. જ્યારે કેન્ટીન સંચાલકે ખંડણી આપવાની ના પાડતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના સ્પેશિયલ વોર્ડ પાસે આવેલ કેન્ટીનની બહાર બની હતી. 6 રાઉન્ડ ફાયરિંગ થવાને કારણે સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હતી. જણાવવામાં આવ્યું કે કેન્ટીન વિવાદને લઈને અહીં પહેલા પણ મારામારી અને ગોળીબાર થઈ ચૂકી હતી છે.

પહેલા પણ થઈ ચૂક્યું છે AMUમાં ફાયરિંગ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં ફાયરિંગનો મામલો કોઈ નવી વાત નથી. વર્ષ 2018માં પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારે, કેમ્પસના આરએમ હોલમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત થયેલ બંને વિદ્યાર્થીઓ સગા ભાઈઓ હતા. પોલીસે બંને પીડિત વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક દબંગ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી 3 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેઓએ ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે દબંગોએ વિદ્યાર્થીઓ પર છરી અને પિસ્તોલના બટથી હુમલો કર્યો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દબંગ વિદ્યાર્થીઓ કેટલાક વિદ્યાર્થીઓને જિન્ના પ્રકરણને લઈને ચાલી રહેલા ધરણા પર બેસવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે તેઓએ ના પાડી તો તેઓએ પીડિત વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કર્યું હતું.