January 23, 2025

કોણ છે Hardik pandya સાથે આ મિસ્ટ્રી ગર્લ?

Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં જોવા મળી રહ્યો છે. આઈપીએલ 2024થી સતત ચર્ચામાં છે. ફરી એકવાર એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. આ યુવતીનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચી હાર્દિક પંડ્યાની ફેન છે. આવી સ્થિતિમાં તેમને મળતા સમયે તેમણે સેલ્ફી લીધી હતી.

વર્લ્ડ કપ બાદ બ્રેક પર
ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ બાદ આરામ પર છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિકનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું. હાર્દિક તેની રમતની સાથે સાથે અંગત જીવન માટે પણ ચર્ચામાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા છૂટાછેડાના સતત સમાચારો આવી રહ્યા છે. આ વચ્ચે હાર્દિક એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

કોણ છે મિસ્ટ્રી ગર્લ
હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચી ડિજિટલ સર્જક અને મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે એક ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. પ્રાચીએ લખ્યું, ‘શું કોઈ મને પિંચ કરી શકે છે? આટલો પ્રેમ કરવા બદલ હાર્દિકનો આભાર. પ્રાચીએ પોતાના વીડિયોમાં લખ્યું હતું કે, ‘જ્યારે હું વર્લ્ડ કપના હીરોને મળી હતી. મહત્વની વાત એ છે કે હાર્દિક અને નતાશાની છૂટાછેડાની વાત ત્યારે ફેલાણી કે જ્યારે લગ્નના ફોટા તેના એકાઉન્ટ પર ફરી આવ્યા છે.