ગુજરાત CID દ્વારા માનવ તસ્કરીના આરોપમાં 14 ટ્રાવેલ એજન્ટો સામે FIR દાખલ

ગાંધીનગર: થોડા દિવસ પહેલાં ભારતીયોને લઈ જતી નિકારાગુઆ જતી ફ્લાઇટને ફ્રાન્સમાં અટકાવવામાં આવી હતી અને એક અઠવાડિયા પછી આ ફ્લાઇટને માનવ તસ્કરીના આરોપમાં ભારત મોકલવામાં આવી હતી. ગુજરાતના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ આ કેસ સંબંધિત 14 ટ્રાવેલ એજન્ટો વિરુદ્ધ FIR દાખલ કરી દીધી છે અને પોલીસે 66 થી વધુ મુસાફરોની પૂછપરછ કરી છે.
આ પણ વાંચો : સીએમ કેજરીવાલને EDનું ચોથું સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા
ગુજરાત CIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, CIDને મળેલી માહિતીના આધારે 14 આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 370, 201 અને 120B હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ આરોપીમાં ત્રણ દિલ્હીના અને બાકી બધા ગુજરાતના હતા. વધુમાં જણાવ્યું હતું કે પોલીસે 66થી વધુ મુસાફરોની પૂછપરછ કરી હતી જેમાં આરોપીઓ ગુજરાતથી દુબઈ અને ત્યાંથી નિકારાગુઆ અને પછી યુરોપિયન યુનિયન ગયા હતા. પાછા ફરેલા લોકોની સીઆઈડી ટીમના અધિકારીઓ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ કર્યાં બાદ માનવ તસ્કરીનો કેસ દાખલ કરવમાં આવ્યો હતો. બીજી બાજુ માનવ તસ્કરીની ઘટનાની મોડસ ઓપરેન્ડી વિશે વધુ જાણવા મળ્યું હતું કે આ માનવ તસ્કરીનું સેન્ટર દિલ્હી છે અને મોટાભાગના ટ્રાવેલ એજન્ટો પંજાબના છે. વધુમાં જાણવા મળ્યું કે, દરેક ફ્લાઇટમાં 300 મુસાફરોની જરૂર પડે છે. અને આ બુકિંગ પૂરું થયા પછી તેઓ તેમના ખાલી સ્લોટ ભરવા માટે ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરે છે. અને પૂછવમાં આવે છે કે કેટલા મુસાફરો જવા માટે ઇચ્છુક છે જેના આધારે મુસાફરોના પાસપોર્ટની વિગતો દિલ્હીના એજન્ટોને પહોંચાડે છે. પાસપોર્ટની વિગતો મોકલ્યા બાદ તેમને દુબઈના લેખિતમાં વિઝાની ગેરેન્ટી આપી દે છે. એકવાર વિઝા તૈયાર થઈ ગયા પછી, મુસાફરોને દિલ્હી અથવા લખનૌ મોકલવામાં આવે છે અને ત્યાંથી તેમને દુબઈ મોકલવામાં આવે છે. ત્યાર બાદ દુબઈથી તેમને ચાર્ટર્ડ ફ્લાઈટમાં નિકારાગુઆ મોકલવામાં આવે છે. એડીજીપીએ જણાવ્યું હતું કે નિકારાગુઆ જનાર પ્લેનને ફ્રાંસમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું તે પહેલાં ત્રણ ફ્લાઇટ્સ આ રીતે ઓપરેટ થઈ ચૂકી છે અને તેણે મુસાફરો અને ટ્રાવેલ એજન્ટો વચ્ચેના WhatsApp કૉલ્સ અને ચેટની વિગતો એકત્રિત કરી છે. જેના આધારે સ્પષ્ટ જાણવા મળ્યું છે કે આ માનવ તસ્કરીનો જ મામલો છે. એડીજીપીએ વધુમાં હતું કે આ ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓ આ દરમિયાન પકડાય જાય તો આવા કિસ્સામાં તેમને ટ્રાવેલ એજન્ટ્સ તરફથી સ્ક્રિપ્ટ આપવામાં આવે છે અને તેમને આશ્રય આપવા માટે સરહદ નિયંત્રણ એજન્ટોને સમજાવવા પડે છે. અને જો આ ગેરકાયદેસર સ્થળાંતરમાં કરવમાં પકડાતા નથી તો તેઓ અમેરિકામાં રહેતા લોકોનો સંપર્ક કરે છે અને જો આ સમય દરમિયાન તેઓ પકડાય તો તેમના માટે પહેલેથી જ સ્ક્રિપ્ટ તૈયાર કરી દેવામાં આવે છે.