May 8, 2024

ગુજરાતમાં ચાલતી બસમાં મહિલા પર સામૂહિક બળાત્કાર

દાહોદ :  ગુજરાતના દાહોદ શહેરમાં હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં હાહાકાર મચી ગયો છે. માહિતી અનુસાર ગુજરાતમાં ચાલતી બસમાં મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના દાહોદમાં બની હતી અને બસના ડ્રાઈવર અને કંડક્ટરે મહિલા સાથે અત્યાચાર ગુજાર્યો હતો. જણાવા મળ્યું છે કે પીડિતા મજૂરી માટે મોરબી જિલ્લાના હળવદ ગામમાં જઈ રહી હતી. ત્યારે રસ્તામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ પીડિતા મધ્યપ્રદેશની છે. સોમવારે સાંજે તે બસમાં ચડી અને એમપીના રાજગઢથી હેલવડ જવા રવાના થઈ. આ સમય દરમિયાન જ્યારે બસ દાહોદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મહિલાને ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મુસાફરો સૂઈ ગયા બાદ તકનો લાભ લીધો હતો
ગુજરાતના મોરબી પોલીસે નોંધાવેલી ફરિયાદ મુજબ બસના મુસાફરો રાત્રે સૂઈ ગયા હતા જેથી આ તકનો લાભ લઈ ડ્રાઈવર અને કંડક્ટરે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મહિલા હળવદમાં ઉતરી ત્યારે તેણે તેના સંબંધીઓને ઘટના અંગે જણાવ્યું હતું. સંબંધીઓને આ ઘટનાની જાણ થતાં 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી અને તેમને વિગતવાર જાણ કરી. જાણ કર્યા બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી અને ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તરત જ આ બાબતે કાર્યવાહી કરી અને બસને ટ્રેસ કરી હતી બસ એમપી તરફ જતી વખતે માલિયા પહોંચી ત્યારે તેના ડ્રાઈવર અને કંડક્ટર બંનેને પકડી લીધા હતા. પોલીસે આરોપીને પકડવા ખાસ પ્લાન બનાવ્યો હતો. પોલીસે તેને પેસેન્જર બનીને બોલાવ્યો હતો અને બસ માળિયા ક્યારે પહોંચશે તે પૂછ્યું હતું. આ પછી બસ માળિયા પહોંચતા જ પોલીસે તેને પકડીને દાહોદ પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું, કેટલાક જિલ્લાઓમાં વરસાદ