પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ‘અટલ સેતુ’ આજે ખુલ્લો મુકાશે
મુંબઇ : પીએમ નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટો બ્રિજ આજે મુંબઇને ભેટમાં આપશે. આ બ્રિજની ખાસીયત એ છે કે ૨૨ કિલોમીટર લાંબા બ્રિજથી પસાર થવામાં માત્ર ૨૦ મિનીટ જ લાગશે. આ બ્રિજ મુંબઇથી નવી મુંબઇ થોડી જ વારમાં પહોંચી શકાશે. આ બ્રિજનું ઉદ્ધાટન બાદ બે કલાકની સફર માત્ર ૨૦ મિનીટમાં જ પુરી થશે. આ પુલનું નામ આખુ નામ અટલ બિહારી વાજપેયી શિવડી ન્હાવા શેવા અટલ સેતુ (MTHL) છે. નોંધનીય છે કે આ બ્રિજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ સેતુ નામ રાખવામાં આવ્યું છે. આ દેશનો સૌથી લાંબો દરિયાઇ પુલ છે,આ બ્રિજની લંબાઈ 21.8 કિલોમીટર છે. આ બ્રિજની ખાસીયત એ છે આ બ્રિજમાં 6 લેન રોડ છે. આ બ્રિજનો ૧૬.૫ કિલોમીટર ભાગ મુંબઇના સમુદ્ર ઉપર બનાવ્યો છે અને 5.5 કિલોમીટરનો ભાગ જમીન ઉપર બાંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગયા ગુરુવારે કેબિનેટની બેઠકમાં MTHLના ટોલ દરોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. માહિતી મુજબ આ બ્રિજ પર માત્ર કાર ચાલકો માટે જ રહશે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ બ્રિજ મુંબઈ અને નવી મુંબઈને જોડશે, જેથી બંને વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાય. સમુદ્ર પર બનેલા આ દેશના સૌથી લાંબા બ્રિજ પર કાર ચાલકો પાસેથી 250 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ 22 કિલોમીટર લાંબા બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ થયા બાદ મુંબઈથી નવી મુંબઈની મુસાફરી માત્ર 20 મિનિટમાં પુરી કરવી શક્ય બનશે. અટલ સેતુ બ્રિજથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી થશે અને સાથે સાથે પૂણે, ગોવા અને સાઉથ ભારતમાં ઓછા સમયમાં મુસાફરી કરી શકશે.
India's Longest Sea Bridge, the Mumbai Trans Harbour Link Atal Setu, adorned with lights in anticipation of tomorrow's inauguration by PM @narendramodi.#AtalSetu#NewIndia#MTHL pic.twitter.com/kzdW6wLo0A
— MyGovIndia (@mygovindia) January 11, 2024
પ્રોજેક્ટ પર ૨૧,૨૦૦ કરોડનો ખર્ચ
મહારાષ્ટ્ર બનેલો આ બ્રિજ બંને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવા માટે આ પ્રોજેક્ટ પર રૂ. 21,200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી રૂ. 15,100 કરોડ લોન તરીકે લેવામાં આવ્યા છે. આ બ્રિજ સાઉથ મુંબઈમાં સેવરીથી શરૂ થશે અને એલિફેન્ટ ટાપુના ઉત્તર થાણે ક્રીકને પાર કરશે અને ન્હાવા નજીકના ચિરલે ગામમાં પુરો થશે. નોંધનીય છે કે એમએમઆરડીના એક રિપોર્ટ મુજબ કાર માટે ટોલની રકમ 240 રૂપિયા રાખવાનો હેતુ હતો. બીજા બાજુ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ને પણ એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પહેલા આદિત્ય ઠાકરેએ પણ ટ્વિટ કરીને MTHLને ટોલ ફ્રી રાખવાની માંગ કરી હતી. જો કે, મહારાષ્ટ્ર સરકારે રૂ. 250 રૂપિયાનો ટોલ લગાવવાનો નિર્ણય કર્યો હતો.
બ્રિજની આ છે ખાસિયત
- બ્રિજની 22 કિમી લંબાઈ
- દરિયામાં 16.5 કિમી
- જમીન પર 5.5 કિ.મી
- ભારતનો સૌથી લાંબો દરિયાઇ બ્રિજ
- વિશ્વનો 10મો સૌથી લાંબો પુલ
બ્રિજમાં કઇ ધાતુઓનો ઉપયોગ થયો?
- ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક ટેક્નોલોજી સાથે દેશમાં બનેલો પહેલો બ્રિજ
- 500 બોઇંગ 747 એરક્રાફ્ટ વજનવાળા સ્ટીલનો ઉપયોગ થયો
- 85000 મેટ્રિક ટન ઓર્થોટ્રોપિક સ્ટીલનો ઉપયોગ
- 17 એફિલ ટાવર જેટલું વજન
- 9,75,000 ઘન મીટર કોંક્રીટથી બનેલો બ્રિજ