વરસાદને કારણે IPL 2024 Final Match રદ્દ થાય તો કોણ વિજેતા બનશે?
KKR vs SRH: IPL 2024ની ફાઈનલ મેચ આજે રમાવાની છે. જેમાં કોલકાતા અને હૈદરાબાદની ટીમની વચ્ચે મેચ રમાશે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવશે. જોકે આ બંને ટીમનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું છે. જેના કારણે આજનો મુકાબલો જબરદસ્ત રહેવાનો છે. આજની મેચની ક્રિકેટ ચાહકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ મેચ પહેલા વરસાદ પડી જાય તો
રોમાંચક મેચની અપેક્ષા
આજની મેચની છેલ્લા 2 મહિનાથી રાહ જોવાઈ રહી હતી. આખરે ફાઈનલનો દિવસ આવી ગયો છે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવશે. હાલ બંને ટીમ આજની મેચ રમવા માટે તૈયાર છે. પરંતુ દરેક ક્રિકેટ ચાહકને ચિંતા થઈ રહી છે કે આજે વરસાદ પડશે તો. કારણ કે આ વખતની સિઝનમાં વરસાદના કારણે ઘણી મેચ રદ થઈ છે. ત્યારે તમને આજે અમે તમને જણાવીશું કે જો આજની મેચમાં વરસાદ પડે છે તો શું થશે.
ચેન્નાઈમાં કેવું રહેશે આજે હવામાન
ચેન્નાઈના હવામાનની વાત કરવામાં આવે તો આજના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે પણ ટીમ ટોસ જીતે છે તે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. તાપમાનની વાત કરવામાં આવે તો 34 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. દિવસ દરમિયાન 4% વરસાદની સંભાવના છે. જોકે ગઈ કાલે વરસાદ પડ્યો હતો. જેના કારણે કોલકાતાની ટીમે પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું હતું.
આ પણ વાંચો: Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યાની પ્રોપર્ટીનો 70 ટકા હિસ્સો નતાશાને મળશે!
ફાઈનલમાં વરસાદ પડે તો શું થશે?
IPL 2024 ની ફાઇનલની મેચમાં વરસાદ પડશે તો મેચનું પરિણામ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમનો ઉપયોગ કરીને નક્કી કરી શકાશે. જો સંપૂર્ણપણે મેચને રદ્દ કરવામાં આવશે તો આ મેચ ફરી સોમવારના રમાશે. જો સોમવારના દિવસે પણ વરસાદ પડશે તો પોઈન્ટ ટેબલના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે. જો એવું થાય છે તો કોલકાતાની ટીમને ફાયદો થશે. કારણ કે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં આગળ છે.