September 29, 2024

Ahmedabad: હીટવેવને કારણે ઈમરજન્સી કોલમાં વધારો, 20 દિવસમાં 4700થી વધુ કોલ નોંધાયા

અમદાવાદ: રાજ્યમાં ગરમીને લઇને લોકો હેરાન પરેશાન છે ત્યારે હીટવેવને લઇને ઈમરજન્સી કોલમાં વઘારો થયો છે. 20 દિવસમાં 4700થી વધુ ઈમરજન્સી કોલ નોંધાયા છે. હીટવેવને કારણે 19 દિવસમાં 4710 કોલ મળ્યા હતા તો 19 તારીખે સૌથી વધુ 302 કોલ નોંધાયા હતા.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં હીટવેવને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વચ્ચે ઈમરજન્સી કોલમાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદની હોસ્પિટલો CHC, USC સેન્ટર ઉપર 227 લોકોને સારવાર અપાઈ હતી. તો 20 દિવસમાં 4700થી વધુ ઈમરજન્સી કોલ નોંધાયા છે. હીટવેવને કારણે 19 દિવસમાં 4710 કોલ મળ્યા હતા તો 19 તારીખે સૌથી વધુ 302 કોલ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. ત્યારે લોકો પણ બપોરના સમયે વધુ ગરમીને કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે.

આ પણ વાંચો: દિલ્હીના હાલ બેહાલ! કાળઝાળ ગરમીને લઇને IMDએ જારી કર્યું એલર્ટ, પારો 47 ડિગ્રીને પાર

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે અમદાવાદ સહિત 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.’રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ, ગુજરાતના કૂલ 13 જિલ્લામાં ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી છે.

આ સિવાય હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થવાની શક્યતા વ્યક્ત કરી છે. માલદિવ અને કોમોરીન સહિત ભારતમાં બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન થશે. ઉલ્લેખનીય છે કે, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ભારતમાં દક્ષિણ-પશ્ચિમથી ચોમાસાની શરૂઆત થશે.