હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીનું મોત, ઇરાની મીડિયાએ કરી પુષ્ટિ
Iran: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર રેસ્ક્યુ ટીમને મળી ગયું છે. પરંતુ રાયસી અને હેલિકોપ્ટરમાં સવાર લોકો હજુ સુધી મળ્યા નથી. મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ રાયસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી-હાશેમ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા.
આ વચ્ચે દાવો કરવામાં આવ્યો છે કે ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે તેમજ રેસ્ક્યૂ ટીમે પણ દાવો કર્યો છે કે હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. હેલિકોપ્ટર ક્રેશ થયાને લગભગ 16 કલાક થઈ ગયા છે પરંતુ હજુ સુધી ક્રેશ સ્થળનો કોઈ પત્તો મળ્યો નથી. વરસાદ અને ધુમ્મસના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ઈરાનના હવામાન વિભાગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એક કલાકમાં હવામાન ખરાબ થઈ જશે. વરસાદ અને વધુ હિમવર્ષા થશે. 2-3 મીટરથી આગળ જોવું મુશ્કેલ બની રહ્યું છે.
The footage shows the moment the president’s helicopter wreckage was found by the volunteer drone team of the Relief & Rescue Organization of the Red Crescent pic.twitter.com/xJ3qCdUi9t
— IRNA News Agency (@IrnaEnglish) May 20, 2024
સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમને હેલિકોપ્ટર મળી આવ્યું હતું
સરકારી ટેલિવિઝનએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમને ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી ગયું છે. જો કે, અન્ય લોકો મળી આવ્યા હોવાની કોઈ માહિતી નથી. રાયસી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીની નજીક છે. તેઓ રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા.
લોકોએ રઈસી માટે પ્રાર્થના કરવી જોઈએ
આ ડેમ બંને દેશોએ મળીને આરસ નદી પર બનાવ્યો છે. ખામેનીએ લોકોને કહ્યું કે દેશની વ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. લોકોએ રઈસી માટે પ્રાર્થના કરવી જોઈએ.
આ પણ વાંચો: ઈરાની રાષ્ટ્રપતિના હેલકોપ્ટર ક્રેશ પાછળ કોઈ ષડયંત્ર? ઈઝરાયલની ભૂમિકાને લઈને મોટો દાવો
યુએવીએ એકની ઓળખ કરી
માહિતી અનુસાર, તુર્કીના ડ્રોન અકિંચીએ ક્રેશ વિસ્તારમાં ગરમીના સ્ત્રોતની ઓળખ કર્યા બાદ ઈરાની સત્તાવાળાઓએ સોમવારે ઈબ્રાહિમ રઇસીને લઈ જઈ રહેલા ક્રેશ થયેલા હેલિકોપ્ટર તરફ બચાવ ટીમ મોકલી હતી. એક અકાન્સી યુએવીએ એકની ઓળખ કરી. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીને લઈ જતું હેલિકોપ્ટર ભંગાર હોવાની આશંકા છે અને તેના કોઓર્ડિનેટ્સ ઈરાની અધિકારીઓ સાથે શેર કરવામાં આવ્યા છે.
30 મિનિટ પછી જોડાણ તૂટી ગયું
રાષ્ટ્રપતિ રઇસી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે તેમની સહિયારી સરહદ પર ક્વિઝ કલાસી ડેમનું ઉદ્ઘાટન કર્યા પછી રાષ્ટ્રપતિ રઇસી, વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન અને અન્ય અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર ઈરાનના શહેર તાબ્રિઝની નજીક પહોંચ્યું 30 મિનિટ પછી સંપર્ક તૂટી ગયો.