નશેડીઓ ચેતી જજો: સુરતમાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
અમિત રૂપાપરા, Surat: સુરતની કાપોદ્રા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 348 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. જેની કિંમત રૂપિયા 3480 છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી કાપોદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે તપાસ કરી હતી. જે તપાસમાં બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી 348 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતાં ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ, ગાંજો, અને નશીલા પદાર્થોના જથ્થાને ઝડપી પાડી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ કરી ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી છે.
કેટલાક ઈસમો કાપોદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે ખૂબ જ ભીડભાડ વાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળી હતી. જેથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 348 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. જેની કિંમત રૂપિયા 3480 રૂપિયા જેટલી થાય છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હિંમત શામજીભાઈ હડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં હિંમત શ્યામજી હડિયા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલ આરોપીઓ પકડાઈ જતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.