Lok Sabha Election 2024: ગુજરાતની 25 સીટ પર કેટલું મતદાન થયું? જાણો તમામ માહિતી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની 25 બેઠકના ઉમેદવારોના ભવિષ્ય ઇવીએમમાં કેદ થઈ ગયા છે. હાલ તમામ સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઇલેક્શન કમિશને ગુજરાતની તમામ બેઠક પર મતદાનની ફાઇનલ ટકાવારી જાહેર કરી છે. સમગ્ર ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે આવો જોઈએ લોકસભા બેઠક પર કેટલા ટકા મતદાન કરવામાં આવ્યું છે.
ગુજરાતની 25 બેઠક પર થયેલું મતદાન
સીટ | કુલ મતદાન (ટકા) |
ગાંધીનગર | 59.19 |
પાટણ | 57.88 |
મહેસાણા | 59.04 |
સાબરકાંઠા | 63.04 |
બનાસકાંઠા | 68.44 |
અમદાવાદ પશ્ચિમ | 54.43 |
અમદાવાદ પૂર્વ | 54.04 |
ખેડા | 57.43 |
દાહોદ | 58.66 |
પંચમહાલ | 58.65 |
વડોદરા | 61.33 |
છોટા ઉદેપુર | 57.78 |
આણંદ | 63.96 |
સુરેન્દ્રનગર | 54.45 |
રાજકોટ | 59.6 |
પોરબંદર | 51.79 |
જામનગર | 57.17 |
કચ્છ | 55.05 |
જૂનાગઢ | 58.8 |
અમરેલી | 49.22 |
ભાવનગર | 52.01 |
ભરૂચ | 68.75 |
બારડોલી | 64.59 |
નવસારી | 59.66 |
વલસાડ | 72.24 |