દક્ષિણ ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું મતદાન થયું
અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ પુરજોશમાં મતદાન થયું છે. દક્ષિણ ઝોનની વાત કરીએ તો તેમાં કુલ પાંચ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી સુરત લોકસભા બેઠકના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તો એ સિવાયની 4 બેઠકો પર મતદાન થયું છે.
સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. કેટલીક જગ્યાએ EVM બંધ થવાની ઘટનાઓ પણ બની હતી. સાંજના 5 વાગ્યા સુધીના મતદાનના આંકડાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર 62 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. જેમાં ભરૂચમાં 63.56 ટકા, બારડોલીમાં 61.01 ટકા, નવસારીમાં 55.31 ટકા અને વલસાડમાં 68.12 ટકાનું મતદાન થયું છે.
સાંજે 6 વાગ્યા સુધી થયેલું મતદાન (ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે)
ભરૂચ | 68.75 |
બારડોલી | 61.01 |
નવસારી | 56.09 |
વલસાડ | 68.66 |
લોકસભા વિસ્તાર પ્રમાણે વિધાનસભા ક્ષેત્રમાં થયેલું મતદાન
ભરૂચ
ભરૂચ | |
ભરૂચ | 59.49 |
અંકલેશ્વર | 64.87 |
ડેડિયાપાડા | 83.95 |
જંબુસર | 65.41 |
ઝઘડીયા | 77.07 |
કરજણ | 67.03 |
વાગરા | 65.86 |
બારડોલી
બારડોલી | |
માંગરોળ | 65.21 |
માંડવી | 70.12 |
કામરેજ | 43.13 |
બારડોલી | 60.32 |
મહુવા | 64.23 |
વ્યારા | 69.35 |
નિઝર | 76.05 |
નવસારી
નવસારી | |
લિંબાયત | 52.24 |
ઉધના | 49.1 |
મજૂરા | 51.36 |
ચૌર્યાસી | 48.66 |
જલાલપોરા | 64.04 |
નવસારી | 62.31 |
ગણદેવી | 74 |
વલસાડ
વલસાડ | |
ડાંગ | 74.48 |
વાંસદા | 69.44 |
ધરમપુર | 71.19 |
કપરાડા | 74.46 |
પારડી | 62.69 |
ઉમરગામ | 65.12 |
વલસાડ | 65.09 |