January 27, 2025

ગાવસ્કરના નિવેદનથી કોહલી-રોહિતને લાગશે મરચું? એવું તો શું કહ્યું જાણો

2024નો T20 વર્લ્ડ કપ આ વર્ષે 1 જૂનથી 29 જૂન સુધી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. અહેવાલો અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ BCCIને જાણ કરી છે કે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારત માટે રમવા માંગે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતાને T20 ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડી 2024ના T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે.

શું ગાવસ્કરના આ નિવેદનથી કોહલી-રોહિત થઇ જશે ગુસ્સે

આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા અને વિરાટ કોહલીના T20 વર્લ્ડ કપ 2024માં રમવાના સવાલ પર મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટી20 ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી જરૂરી છે. જો કે, સુનીલ ગાવસ્કરના મતે, બેટિંગ ક્ષમતા સિવાય, ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી અસાધારણ ફિલ્ડિંગની અપેક્ષા રાખશે.

T20 વર્લ્ડ કપમાં રમવા પર આવી ટિપ્પણી કરી હતી

સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ‘જ્યારે તમે 35-36 વર્ષના થાઓ છો, ત્યારે તમે થોડા ધીમા થઈ જાઓ છો. તમે તમારા હાથમાંથી બોલ વધુ સારી રીતે ફેંકી શકશો નહીં. ફિલ્ડિંગ દરમિયાન તમારે કયા ક્ષેત્રમાં ફીટ થવું જોઈએ તેના પર પણ ચર્ચા થશે. જોકે, આ બંનેની ફિલ્ડિંગમાં કોઈ સમસ્યા નથી અને તેઓ હજુ પણ સારા ફિલ્ડર છે. અમને ખબર નથી કે રોહિત શર્મા કેપ્ટન બનશે કે નહીં, પરંતુ સિનિયર હોવાને કારણે તે મેદાન પર સારુ યોગદાન આપશે. જે પણ કેપ્ટન હશે તેને આનો ઘણો ફાયદો થશે.

કોહલીની બેટિંગ ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી

વિરાટ કોહલી વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેણે ODI વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. તેથી, તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી સફેદ બોલની ક્રિકેટમાં એક શાનદાર બેટ્સમેન છે.વિરાટ કોહલીની બેટિંગ ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી. T20 વર્લ્ડ કપ 2024માં ભારતને આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાના ગ્રુપમાં રાખવામાં આવ્યું છે, જ્યારે બીજી ટીમ કેનેડા પણ આ જ ગ્રુપમાં છે.