રંગોળી થકી મતઅપીલ, મોલમાંથી મતદાન જાગૃતિનો મેસેજ
આશુતોષ ઉપાધ્ધાય, અમદાવાદ: લોકશાહીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે વિવિધ રીતે મતદાન જાગૃતિ ફેલાવામાં આવી રહી છે. અમદાવાદના મોલમાં પણ પેઇન્ટિંગ અને રંગોળી દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અમદાવાદ મોલમાં 15/12 ફૂટ લાંબી રંગોળી કરવામાં આવી. જે સમગ્ર ભારતમાં સૌથી વિશાળ છે.
મતદાન જાગૃતિ અભિયાન
આગામી સાતમી મે નાં રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં પણ લોકો વધુને વધુ મતદાન કરે તેને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દશ મિનિટ દેશ માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી બનાવવામાં આવી છે. અમદાવાદના આલ્ફા વન મોલમાં 15/12 ફૂટ લાંબી રંગોળી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદી નોમિનેશન ભરવાની તારીખ નક્કી, પહેલા કરશે કાશીમાં રોડ શો
મોલમાં બનાવી રંગોળી
ચૂંટણી પંચનો સંકલ્પ છે કે રાજ્યમાં 100% મતદાન થાય અને તે અંતર્ગત સ્વીપ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક મહિનાથી વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. શાળાના બાળકો પણ ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ ફેલાવી રહ્યા છે. ત્યારે મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા વન મોલમાં સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી છે. 15/12 ફૂટની રંગોળી દ્વારા મોલમાં આવનાર તમામ લોકો મતદાન માટે જાગૃત થાય તેવો પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે.
યોગેશ પારેખ આપી માહિતી
ન્યૂઝ કેપિટલ સાથે ની વાતચિતમાં યોગેશ પારેખએ જણાવ્યું કે આ મોલમાં કરવામાં આવેલી રંગોળી દેશમાં સૌથી મોટી તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની રંગોળી અન્ય કોઈ રાજ્યમાં કરવામાં આવી નથી જેથી અમે આ રંગોળીના રેકોર્ડ માટે લિમ્કા બુક કે પછી ગિનિસ બુક માટે પન એન્ટ્રી મોકલવામાં આવશે.