આ બજેટ નોકરીયાત વર્ગ માટે નહીં લાવે ખુશ ખબર…
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર બીજી ટર્મનો અંતિમ બજેટ રજુ કરવા જઈ રહી છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં બજેટ જાહેર થવા જઈ રહ્યું છે. એવામાં ઇન્કમ ટેક્સમાં શું બદલાવ થશે? ટેક્સ સ્લેબમાં રાહત મળશે કે નહીં? આવા અનેક સવાલો હાલ નોકરીયાત વર્ગમાં ચાલી રહ્યા છે. ત્યારે આ વખતે ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત નથી થવાની. આ વર્ષે મોદી સરકાર સામાન્ય બજેટ નહીં, પરંતુ અંતરિક બજેટ લઈને આવશે. આથી તેના થોડા નિયમ અને કાયદાઓ અલગ રહેશે.
ચૂંટણી આયોગના નિયમ અનુસાર રહેશે બજેટ
મહત્વનું છેકે. અંતરિમ બજેટ એ સમયે લાવવામાં આવે છે. જે વર્ષે નવી સરકારનું ગઠન થવાનું હોય. જે સમયે દેશમાં લોકસભા ચૂંટણી હોય છે એ સમયે નવી સરકાર બન્યા બાદના બીજા વર્ષે સરકારનું પહેલું પૂર્ણ બજેટ લઈને આવે છે. આથી ચૂંટણી પહેલા અંતરિમ બજેટમાં સરકાર માત્ર તેમની સરકાર સુધીનું ખર્ચ સંસદમાં મંજૂર કરે છે. જ્યાં સુધી નવી સરકાર નથી બનતી ત્યાં સુધી એ માન્ય રહે છે.
2019ની ચૂંટણી પહેલા થયો હતો વિવાદ
લોકસભા ચૂંટણી 2019માં એ સમયના નાણામંત્રી પીયૂષ ગોયલે અંતરિમ બજેટ રજૂ કર્યો હતો. એ બજેટમાં ગોયલે કિસાન સમ્માન નિધી યોજનાની જાહેરાત કરી હતી. જેના કારણે એ સમયે વિપક્ષી પાર્ટીઓએ તેનો ખુબ જ વિરોધ કર્યો હતો. કારણે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે ન્યાય યોજનાની જાહેરાત કરી હતી. જેની સામે સરકારે બજેટમાં ખેડૂતો માટે યોજના લાવી દીધી હતી. આવી ઘટના ફરી ના થાય તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી આયોગે અંતરિમ બજેટની કેટલીક મર્યાદાઓ ધ્યાનમાં લીધી છે.