November 15, 2024

દિલ્હી-નોઈડાની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો

અમદાવાદ: દિલ્લી અને નોઈડાની 50થી વધુ શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેમાં શાળાની અંદર બોમ્બ રાખવાની માહિતી મળી છે. જેના કારણે તમામ શાળામાં ચિંતાનો માહોલ છે. આ ઈમેલ દ્વારકાની DPS, મયૂર વિહારની મધર મૈરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કુલ ઉપરાંત નોઈડાની જીપીએસ જેવી હાઈ પ્રોફાઈલ સ્કુલનો સમાવેશ થાય છે.

દ્વારકાની હાઈ પ્રોફાઈલ DPS સ્કુલમાં બોમ્બ રાખ્યો હોવાની ધમળી મળી હતી. જે બાદ સવારે 6 વાગ્યે અગ્નિશામક વિભાગને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ, બોમ્બ નિકાલ ટુકડી અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર સ્કુલની તપાસ કરી હતી.

આ પણ વાંચો: AIIMS Research Report: ભલે ગમે તે વેક્સિન લીધી હોય, ડરવાની જરૂર નથી…

પૂર્વ દિલ્હીના મયૂર વિહારની મધર મૈરી સ્કુલમાં પણ એક બોમ્બની ધમકી સાથે ઈમેલ આવ્યો હતો. જે બાદ આખી સ્કુલને ખાલી કરાવી તપાસ કરાવવામાં આવી. આવી જ ધમકી નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કુલને પણ મળી હતી. ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. નોઈડાની DPS સ્કુલમાં પણ બોમ્બની ધમકી મળી હતી. નોઈડા ડીપીએસ સ્કુલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, સ્કુલને સવારે બુધવારે 4.30 વાગ્યે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.

એક Email ઘણી શાળાઓમાં મોકલાયો
દિલ્હી પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકી સાથેનો ઈમેલ કરવામાં આવ્યો છે. ઈમેલનો આઈપી એડ્રેસથી લાગી રહ્યું છે કે આ ઈમેલ દેશની બહારથી કરવામાં આવ્યો છે. જેની તપાસ ચાલુ છે. જેની શરૂઆતી તપાસમાં એવુ લાગી રહ્યું છે કે ગઈ કાલથી આજ સુધીમાં અનેક જગ્યાએ ઈમેઈલ કરવામાં આવ્યા છે. આ ઈમેલમાં ડેટલાઈન નથી. એક જ મેઈલને અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, દિલ્હીની શાળાઓમાં ઘણી વખત આવી ધમકી ભર્યા ઈમેલ આવે છે. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ શાળાના પ્રિન્સિપાલે આ પ્રકારનો મેઈલ કરવામાં આવ્યો હતો. સાકેતની એમિટી શાળામાં પણ ફેબ્રુઆરીમાં આ પ્રકારે મેઈલ મળી આવ્યો હતો. એ મેઈલમાં સ્કુલ પાસેથી પૈસાની પણ માંગ કરી હતી.